ETV Bharat / state

Boris Johnson Gujarat Visit: ગુજરાત UKની કંપનીઓ સાથે મળી આ સેક્ટરમાં સાથે કામ કરશે, બોરિસ જોન્સનના પ્રવાસની સંપૂર્ણ માહિતી - Boris Johnson Visit Gandhi Ashram

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતના પ્રવાસે(Boris Johnson Gujarat Visit)આવ્યા છે. બોરિસ જોન્સને અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. તેમજ ગાંધીનગર સ્થિત દેશની સૌ પ્રથમ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ગૌતમ અદાણી અને બોરિસ જોહ્નસન શંતિગ્રામમાં બન્ને વચ્ચે બેઠક યોજાઈ હતી. ગુજરાતના પંચમહાલના હાલોલ GIDCમાં જેસીબી ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

Boris Johnson Gujarat Visit: ગુજરાત UKની કંપનીઓ સાથે મળી આ સેક્ટરમાં સાથે કામ કરશે, બોરિસ જોન્સના પ્રવાસની સંપૂર્ણ માહિતી

author img

By

Published : Apr 21, 2022, 9:52 PM IST

Updated : Apr 21, 2022, 10:02 PM IST

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતના પ્રવાસે આવ્યા છે. પહેલા દિવસે તેઓ સૌપ્રથમ અમદાવાદ (Boris Johnson Gujarat Visit) પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ, મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોએ તેમનું ઉમળકાભેર (Welcome to Boris Johnson at Ahmedabad Airport) સ્વાગત કર્યું હતું.

ગાંધી આશ્રમ
ગાંધી આશ્રમ

બોરિસ જોન્સન ગુજરાત પ્રવાસ - યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સન 21 એપ્રિલથી ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસની શરૂઆત બોરિસ જોન્સને ગુજરાતથી કરી છે. ગુજરાતની મુલાકાતે આવેલા યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની(Gandhi Ashram) મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.

અમદાવાદ ગેલેરીની મુલાકાત - બોરિસ જોન્સન હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી તેઓએ ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું અને ગાંધી આશ્રમ ખાતે આવેલી અમદાવાદ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.

બોરિસ જોન્સનની ગાંધી આશ્રમની મુલાકાત - યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને ઐતિહાસિક ગાંધી આશ્રમમાં આવેલી મીરા કુટીરની પણ મુલાકાત લીધી હતી. બ્રિટિશ લેડી મેડલીન સ્લેડ જેઓ બ્રિટિશ નાગરિક હતા. તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને ગાંધી આશ્રમ આવ્યા હતા અને તેઓ જે કુટિરમાં રહેતા હતા એ કુટીરનું નામ મીરા કુટીર રાખવમાં આવ્યું છે. વિઝિટર્સ બુકમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને લખ્યું કે, 'મારી ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે. અને ગાંધી આશ્રમમાં આવવાનો મારો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો. ગાંધી આશ્રમ તરફથી 'ગાઈડ ટુ લંડન' અને 'ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન' એમ બે પુસ્તકો જોન્સનને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

બોરિસ જોન્સનની યુનિવર્સિટીની મુલાકાત - ગાંધીનગર સ્થિત દેશની સૌ પ્રથમ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાયન્સ ટેકનોલોજી પ્રધાન જીતુ વાઘાણી પણ જોડાયા હતા. બોરિસ જોન્સન યુનિવર્સિટીમાં પધાર્યા ત્યારે મુખ્યપ્રધાને ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ યુનિવર્સિટીની વિવિધ સુવિધાઓનું જોન્સને બારીકાઇથી નિરીક્ષણ કર્યુ ત્યારે મુખ્યપ્રધાને એમને વિસ્તૃત માહિતી આપી હતી.

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી - વાઘાણીએ જણાવ્યું કે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથે કોલોબોરેશન કરવામાં આવ્યું છે. જે રાજ્યની રિસર્ચ પ્રોફાઈલને મજબૂત કરશે અને એક ઇન્ટરનેશનલ કક્ષાના સ્ટાન્ડર્ડ રાજ્યમાં ઉપલબ્ધ થશે જે રાજ્યના યુવા વૈજ્ઞાનિકોને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરશે. બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મોંઘા સાધનો અને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા પુષ્કળ મૂડી રોકાણની જરૂરિયાત હોય છે. ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટી પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે વિદ્યાર્થીઓને શરૂઆતથીજ વિશ્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડશે. આ સુવિધાઓ એવા સંશોધકોને એક વિશ્વસ્તરનું પ્લેટફોર્મ આપશે.

અક્ષરધામ સંકુલના પરિસરની મુલાકાત - બોરિસ જ્હોનસન તેમના આ પ્રવાસ અંતર્ગત વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ ગાંધીનગરમાં દર્શન મુલાકાતે ગયા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ યુ.કે.ના વડાપ્રધાનની સાથે આ મુલાકાતમાં જોડાયા હતા. યુ.કે.ના વડાપ્રધાન અને મુખ્યપ્રધાન અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બી.એ.પી.એસ.ના બ્રહ્મવિહારી સ્વામી, ઇશ્વરચરણ સ્વામી અને વરિષ્ઠ સંતગણે ભાવભર્યુ અભિવાદન કર્યુ હતું. યુ.કે.ના વડાપ્રધાને અક્ષરધામ સંકુલના વિવિધ પરિસરની પણ મુલાકાત લીધી હતી અને પ્રવૃત્તિઓની વિગતો જાણવામાં રસ દાખવ્યો હતો.

અક્ષરધામ ગાંધીનગર
અક્ષરધામ ગાંધીનગર

આ પણ વાંચોઃ Boris Johnson Gujarat Visit: એવું તો શું બન્યું કે, બ્રિટનના વડાપ્રધાનને બુલડોઝર પર થવુ પડ્યું સવાર

ગૌતમ અદાણી અને બોરિસ જોહ્નસન બેઠક - બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન ગુજરાતની( Boris Johnson Gujarat Visit)મુલાકાતે છે. ત્યારે ગૌતમ અદાણી અને બોરિસ જોહ્નસન શંતિગ્રામમાં બન્ને વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ ક્ષેત્રે રોકાણ મુદ્દે ચર્ચા કરાઇ છે. બપોરે વડાપ્રધાન બોરિસ જોહ્નસન અને ગૌતમ અદાણી વચ્ચે બિઝનેસ અંગે મહત્વની બેઠક યોજી હતી. જેમાં આવો જાણીએ ક્યાં (Gautam Adani and Boris Johnson meeting )વિશે ચર્ચા થઈ. આ બેઠકમાં વડાપ્રધાન બોરિસ જોહ્નસન અને ગૌતમ અદાણી વચ્ચે ડિફેન્સ, એરોસ્પેસ, ગ્લોબલ વોર્મિંગ અને સોલાર ઉર્જા પર થઇ ચર્ચા થઈ હતી. આત્મનિર્ભર ભારતે પહેલું કદમ માડ્યું છે. અદાણી ગ્રુપ સરક્ષણ અને એરોસ્પેસ કંપનીઓમાં સાથે મળીને કામ કરશે.

અદાણી અને બોરિસ જોહ્નસન
અદાણી અને બોરિસ જોહ્નસન

આ પણ વાંચોઃ Boris Johnson Gujarat Visit :અદાણી અને બોરિસ જોહ્નસન વચ્ચે યોજાઈ બેઠક, જાણો કયા કયા ક્ષેત્રે રોકાણ મુદ્દે કરાઇ ચર્ચા

ભારતીય વિધાર્થીઓને સ્કોલરશીપ - આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરી 5 લાખ રોજગાર ઉભા કરાવામાં આવશે. જે માટે અદાણી ગ્રુપ અને બ્રિટનની કંપની સાથે મળી કામ કરશે. આ સાથે એરોસ્પેસ અને ડિફેન્સ ટેક્નોલોજી પર( Meeting with Businessman Boris Johnson)પણ કામ કરશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભારતને ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય વિધાર્થીઓને 2 લાખ પાઉન્ડની સ્કોલરશીપ આપવામાં આવશે.

ગૌતમ અદાણી અને બોરિસ જોહ્નસન
ગૌતમ અદાણી અને બોરિસ જોહ્નસન

બેઠકમાં મહત્ત્વના મુદ્દે ચર્ચાઓ - આ સાથે આ બેઠકમાં બ્રિટનના વડાપ્રધાને ગૌતમ અદાણીને બ્રિટનમાં જૂન મહિનામાં યોજાનારી ક્લાયમેટ અને સાયન્સટેક્નો સમીટમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. 1 કલાક જેટલી ચાલેલી આ બેઠકમાં મહત્ત્વના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન બે દિવસના (Boris Johnson Gujarat Visit) ભારત પ્રવાસે છે. આ પ્રવાસની શરૂઆત તેમણે ગુજરાતથી કરી છે.

બોરિસ જોન્સનની બુલડોઝર સવારી - ભારતની મુલાકાતે આવેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન(UK Prime Minister Boris Johnson) ગુરુવારે ગુજરાતના પંચમહાલના હાલોલ GIDC પહોંચ્યા હતા. અહીં તેમણે જેસીબી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. બોરિસ જોન્સન ત્યાં જેસીબી પર ચડી ગયા અને તેની સવારી( boris bulldozer factory tour )પણ કરી. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેસીબીથી લટકેલા બ્રિટિશ વડાપ્રધાનના ફોટા પર લોકો ઘણી ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું બુલડોઝર મોડલ હવે આંતરરાષ્ટ્રીય બની ગયું છે. અન્ય યુઝરે લખ્યું હવે જેસીબી ભાઈ ચલાવશે.

Last Updated : Apr 21, 2022, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.