અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોને જાગૃત કરવા અને જો કોરોનાના લક્ષણો હોય તો ડર્યા વિના આગળ આવે તે માટે હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. જેમાં કોઈપણ તાવથી પીડિત વ્યક્તિ આ નંબર પર ફોન કરશે તેને તરત જ AMC તેના ઘરે એક સેફટી કીટ પહોંચાડી દેશે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સાવચેતી રૂપે કેટલાક સુચનો આપવામાં આવ્યા છે.
જે અંગે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાના જણાવ્યા પ્રમાણે જો કોઈને કોરોના વાયરસના લક્ષણો દેખાતા હોય અને જો તેઓ 104 નંબર પર ફોન કરી જણાવશે તો તરત જ આરોગ્ય વિભાગની ટીમ તેના ઘરે પહોંચી તેની સારવાર કરશે. તેમજ જો જરૂર પડશે તો તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સુધી લાવવાની પણ સુવિધા પુરી પાડશે. જેમાં માહિતી, માર્ગદર્શન અને પરામર્શની સાથે નાગરિકોને માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર પણ ઘરે પહોંચાડવામાં આવશે.