અમદાવાદ: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવને(Pramukh Swami Shatabdhi Mahotsav) લઈને અમદાવાદમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી નગરમાં અલગ અલગ પાંચ પ્રદર્શન ખંડો પણ તૈયાર કરવામાં આવ્યા(Exhibitions on the life of Pramukh Swami) છે, આ સાથે જ યાત્રિકોને આરોગ્ય બાબતે જાણકારી અને સહાય પૂરી પાડવા માટે બલ્ડ ડોનેશન કેમ્પનું પણ આયોજન (organized Blood Donation Camp)કરવામાં આવ્યું છે.
પ્રમુખ સ્વામીના જીવનને લગતાં પ્રદર્શનો: શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશના ખૂણેખૂણેથી લોકો હાજરી આપશે. 600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી નગરમાં અલગ અલગ પાંચ પ્રદર્શન ખંડો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ પાંચે પ્રદર્શન ખંડોમાં સહજાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, વાર્તાનંદ અને પરમાનંદમાં વિવિધ પ્રસ્તુતિઓ લાખો દર્શનાર્થીઓ નિહાળીને પ્રેરણા મેળવી શકશે.
આ પણ વાંચો - પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું PM મોદીના હસ્તે ઉદઘાટન
પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ: રાષ્ટ્ર સેવા માટે પ્રમુખસ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું અને સમર્પિત કર્યું અને તે અંગેની વિશિષ્ટ પ્રસ્તુતિઓ સાથે અનેક કાર્યક્રમો આ પ્રદર્શન ખંડોમાં બતાવવામાં આવશે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલી પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારેતરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલા 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુંમટો નીચે સનાતન ધર્મનાં દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન સ્વામિનારાયણ –અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન રાધા-કૃષ્ણ, ભગવાન સીતા-રામ, ભગવાન ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શનાર્થીઓ દર્શન કરશે. આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિઓ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ કંડારાયેલી છે.
મહિલા ઉત્કર્ષ ખંડ પણ તૈયાર કરાયું છે, જેમાં માત્ર મહિલાઓ દ્વારા પર્ફોર્મન્સ કરીને મહિલા જાગૃતિ અંગે અને મહિલાઓ માટે પ્રમુખસ્વામી મહારાજે કરેલા કાર્યો ની ઝાંખી કરાવવામાં આવશે. આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું ડોમ પણ રાખવામાં આવ્યું છે, જેમાં બ્લડ ડોનેશન અને લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોને આરોગ્ય બાબતે જાણકારી અને સહાય પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો - પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું PM મોદીના હસ્તે ઉદઘાટન