પોરબંદર: રાણાવાવમાં એક સગાઈ પ્રસંગમાં હાજર રહેનારી સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ આવતા તેને સિવિલ આઇસોલેશનમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાને નવમો મહિનો ચાલતો હોવાથી સાવચેતીના ભાગ રૂપે તેને જામનગરની સિવિલમાં મોકલી દેવામાં આવી છે. જ્યાં ગઇ કાલે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને બન્ને સુરક્ષિત છે. મહિલાને સગાઈના પ્રસંગમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી પ્રસંગમાં 70 જેટલા લોકોને ભેગા કરનાર અને જમણવાર માટે મકાન આપનાર યુવાન સામે રાણાવાવ મેડિકલ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે.
રાણાવાવની આસોપાલવ સોસાયટીમાં ગત તારીખ 18એ ભીમજીભાઈ ચનાભાઈ ગોહેલે તેની બહેનની સગાઈનો પ્રસંગ કર્યો હતો અને ભીમજીભાઈએ પોતાના મકાનની પાસે આવેલા નિલેશ ભુપતભાઇ ભૂતિયાના મકાનમાં બહારથી આવેલા 70 સંબંધીઓનું જમણવાર ગોઠવ્યો હતો. જેમાં રાજકોટથી પણ સબંધી આવ્યા હતા. રાજકોટથી રાણાવાવ આવેલા યુવાનને રાજકોટ ખાતે કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી રાણાવાવમાં જેનો સગાઇ પ્રસંગ હતો તેની ભાભી સગર્ભા મહિલાને ચેપ લાગતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ સગાઈ પ્રસંગે લોકોને એકત્ર કરનાર યુવતીના ભાઈ ભીમજી અને જમણવાર માટે મકાન આપનાર નિલેશ ભુપત ભૂતિયા સામે રાણાવાવ શહેરી આરોગ્ય વિભાગમાં મેડિકલ ઓફિસર તથા બીલેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા વિમલ કરાણાભાઈ કોડિયાતરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.બન્ને લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરમાં સગાઈ પ્રસંગે સગર્ભા મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો, વધુ લોકો એકઠા કરનાર 2 સામે ફરિયાદ - Porbandar Pregnant woman infected corona
પોરબંદરના રાણાવાવમાં સગાઇના પ્રસંગમાં આવેલી સગર્ભા મહિલાને કોરોનાનો ચેપ લાગતા પ્રસંગમાં 70 લોકોને ભેગા કરનાર અને જમણવાર માટે મકાન આપનાર સામે રાણાવાવ મેડિકલ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે.