અમદાવાદઃ રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, વિશ્વ માટે જ્યારે આ મહામારીનું સર્જન થયું છે. ત્યારે ભારતના લોકોએ પણ એક સાથે રહી, આ મહામારીનો સામનો કરવો જોઈએ.
સરકાર તેમનું કામ કરી રહી છે. પરંતુ જનતાએ પણ તેમાં પોતાનો સહકાર આપીને સરકારે સૂચવેલા પગલાં લેવા જોઈએ. જેથી ભારત જેવા ગીચ વસતી ધરાવતા દેશમાં કોરોના વાયરસ મોટું નુકસાન ન પહોંચાડી શકે. રાજકીય વિશ્લેષકો વધુમાં જણાવ્યું હતું કે, આવા સમયે અફવાઓથી દૂર રહેવું જોઈએ અને બિનજરૂરી મેસેજ ફોરવર્ડ કરવા ન જોઈએ.
22 માર્ચે જ્યારે જનતા કરફ્યૂ છે ત્યારે લોકો પોતાનું રોજિંદું કામ ઘરે બેઠા કરી શકે છે. સંગીત સાંભળી શકે છે, સારું પેઇન્ટિંગ બનાવી શકે છે, કોઈ લેખ લખી શકે છે, સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કરી શકે તેવા જુદા-જુદા ઉપાયો રાજકીય વિશ્લેષકોએ આપ્યા હતા.