ઓઢવની ઘટનાને લઇને શુક્રવારે NSUI દ્વારા મેયર બીજલ પટેલના બંગલાનો ઘેરાવો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઈ પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને NSUIના કાર્યકર્તાઓ સુત્રોચ્ચાર કરતા GLS કોલેજથી મેયરના ઘર તરફ જતા હતા, ત્યારે અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી અમુક કાર્યકતાઓ ભાગીને મેયરમાં ઘર તરફ પહોંચી ગયા હતા. મેયરના ઘરે હાજર પોલીસે તેમને અટકાવી દીધા હતા. NSUIએ આક્ષેપ કર્યો કે, AMC ઢોર ચોર છે અને માલધારી સમાજના લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે જેનો NSUI વિરોધ કરે છે.
રખડતા ઢોર મુદ્દે મેયરના બંગલાનો ઘેરાવ કરવા જઈ રહેલા NSUIના કાર્યકતાઓને પોલીસે અટકાવ્યા - gujarati news
અમદાવાદ: થોડા દિવસ અગાઉ ઓઢવ વિસ્તારમાં રખડતાં ઢોર પકડવા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. માલધારી સમાજના લોકોને મહિલાઓને ઘરમાંથી બહાર ખેંચી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જે ઢોર બાંધેલા હતા તેઓને પણ કોર્પોરેશનની ટીમ લઈ ગઈ હતી. જે બાદ માલધારી સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેને NSUI તેમજ અન્ય સંગઠનોએ સમર્થન આપ્યું હતું.
![રખડતા ઢોર મુદ્દે મેયરના બંગલાનો ઘેરાવ કરવા જઈ રહેલા NSUIના કાર્યકતાઓને પોલીસે અટકાવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3310742-thumbnail-3x2-nsui.jpg?imwidth=3840)