મુંબઈમાં રહેતા નવીનભાઈ સિંધવી સોનું લઈને અમદાવાદ આવતા હતા ત્યારે નારોલ શાસ્ત્રી બ્રિજ ચેકપોસ્ટ પર તેમની બસ રોકી પોલીસે તપાસ કરી હતી અને તપાસ કરતા મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું હતું. આ બાબતે વેપારીએ પુરાવા પણ આપ્યા હતા. નવીનભાઈના જણાવ્યા મુજબ ચેકપોસ્ટ પર હાજર એક કોન્સ્ટેબલ અને ચાર કે પાંચ હોમગાર્ડ જવાનોએ તેમની પાસે 4 લાખ રૂપિયા માગ્યા હતાં. બાદમાં બે લાખની માગણી કરી 25 હજાર રૂપિયા લઈને વેપારીને જવા દીધા હતા અને અંજલી બ્રિજ પર ચેકિંગના બહાને બે લોકોએ વેપારી પાસે રહેલું 65 લાખનું સોનું લૂંટી લીધું હતું.
ફરિયાદીએ અલગ-અલગ થિયરી કહેતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. તો બીજી તરફ જે પોલીસકર્મીઓ પર આક્ષેપ થઈ રહ્યા છે. તેની તપાસ એસીપી કરી રહ્યી છે. બીજી તરફ પોલીસે લૂંટની દિશામાં તપાસ કરીને બે શકમંદોના સ્કેચ જાહેર કર્યા હતા. સ્કેચ બાબતે પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે, ઇરાની ગેંગે આ ગુનો આચર્યો હોઈ શકે છે. સ્કેચના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.