ETV Bharat / state

નકલી પોલીસ વૃદ્ધને છેડતીના નામે લઈ ગઈ! ડરાવી, ધમકાવી લૂંટ મચાવી રફુચક્કર

અમદાવાદના cવિસ્તારમાં નકલી પોલીસે વૃદ્ધને ડરાવી, ધમકાવીને રુપિયા કઢાવી (Robbery case in Khadia) બે શખ્સો ફરાર થઈ ગયા છે. વૃદ્ધ ગભરાઈ જતા રિક્ષામાં બેસીને (Ahmedabad Fake police) ઘરે જતા રહ્યા હતા. આ મામલે પરિવારજનોને જાણ કરતા ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. (Fake police Robbery case in Khadia)

નકલી પોલીસ વૃદ્ધને છેડતીના નામે લઈ ગઈ! ડરાવી, ધમકાવી લૂંટ મચાવી રફુચક્કર
નકલી પોલીસ વૃદ્ધને છેડતીના નામે લઈ ગઈ! ડરાવી, ધમકાવી લૂંટ મચાવી રફુચક્કર
author img

By

Published : Dec 13, 2022, 6:10 PM IST

અમદાવાદ : શહેરના ખાડિયા વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધ સાથે લૂંટની ઘટના સામે આવી છે. જેમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા હેમંત પ્રપન્ના પોતાના મિત્રને મળવા માટે 9 ડિસેમ્બરના રોજ આણંદ ગયા હતા. ત્યાંથી 10 ડિસેમ્બરે પરત અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. ગીતામંદિર ST બસ સ્ટેન્ડ પરથી ઉતરીને આસ્ટોડિયા BRTS બસ સ્ટેન્ડ પાસે જઈને બસની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે સાંજના છ વાગે આસપાસ બે અજાણ્યા શખ્સો તેઓની પાસે આવ્યા હતા અને ડરાવી ધમકાવીને પોતે પોલીસવાળા છે. તેવી ઓળખ આપીને વૃદ્ધ છોકરીઓની છેડતી કરે છે અને પોલીસ સ્ટેશને સાહેબ બોલાવે છે તેવું કહીને બાઈક પર બેસાડી લઈ ગયા હતા. (Robbery case in Khadia)

વૃદ્ધ પાસેથી રૂપિયા કઢાવી લીધા બંને શખ્સો વૃદ્ધને રાયપુર, સારંગપુર, કાગડાપીઠ અને કાંકરિયા એમ જુદી જુદી જગ્યાઓ પર લઈ ગયા હતા. એક જગ્યાએ બેંકના ATM આગળ ઉતારીને બળજબરી પૂર્વક તેઓના ATM કાર્ડમાંથી 10,000 રૂપિયા રોકડ કઢાવી (old man Robbery case in Khadia) લીધા હતા. તેઓનો ફોન લઈ લીધો હતો. જે બાદ બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે સમયે વૃદ્ધ ગભરાઈ જતા રિક્ષામાં બેસીને ઘરે જતા રહ્યા હતા અને આ મામલે પરિવારજનોને જાણ કરતા અંતે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. (Fake police Robbery case in Khadia)

પોલીસ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી ખાડિયા પોલીસે આ ઘટના સંદર્ભે લૂંટનો ગુનો દાખલ કરી ગુનામાં સામેલ આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. વૃદ્ધને આરોપીઓ જે ATM મશીનમાંથી પૈસા કઢાવવા માટે લઈ ગયા હતા. તે ATM રૂમના CCTV ફૂટેજ મેળવીને ગુનામાં સામેલ બંને શખ્સોને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. આ અંગે ખાડિયા પોલીસ સ્ટેશનના અધિકારીએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ આ ગુનામાં જે પણ લોકો સામેલ છે તેઓને પકડવા માટેની તજવીજ હાથ ધરાઇ છે. (Ahmedabad Fake police)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.