- મેયરના દિયરની થઈ ધરપકડ
- રાત્રિ કર્ફ્યૂમાં ફૂડ કોર્નર રાખ્યું હતું ચાલુ
- સોશિયલ મીડિયામાં વીડિઓ વાયરલ થયા બાદ કરાઈ કાર્યવાહી
અમદાવાદઃ અમદાવાદ મેયર બીજલ પટેલના દિયર પ્રતીક પટેલ દ્વારા રાત્રી કર્ફ્યૂ દરમિયાન પણ પાલડી વિસ્તારમાં ફૂડ કોર્નર ચાલુ રાખવામાં આવ્યું હતું. જે અંગેનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયો ત્યારે પોલીસ અને કોર્પોરેશનની રહેમ નજર હેઠળ ફૂડ કોર્નર ચલાવતો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યું હતો. જેથી આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
પોલીસે મેયરના દિયર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઈ
વીડિઓ વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ કરી અને સમગ્ર મામલે ગુનો નોધ્યો હતો. હાલ પાલડી પોલીસે જાહેરનામા ભંગ અને એપેદેમિક એક્ટ હેઠળ ગુનો નોધીને પ્રતીક પટેલની ધરપકડ કરી છે.
પોલીસની કામગીરી પર સવાલ
હાલ પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ હમણાં સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે મામલે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કારણકે રાત્રી દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ ચાલુ હોય તો દુકાન કેમવી રીતે ચાલુ રહી શકે.