પકડાયેલ આરોપી વીરેન્દ્રની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, કેસમાં અગાઉ પકડાયેલ આરોપી વિનય અરોરા અને તેના સાથીદાર વિનોદ ચિક્કારા તેને પરીક્ષાના દિવસ પહેલા સોલ્વ પ્રશ્નપત્ર આપેલ હતું. જેના બદલામાં વીરેન્દ્ર તેને 1 કરોડ રૂપિયા આપવાના હતા. પેપર વહેંચવા વીરેન્દ્રએ મોનુનો સંપર્ક કર્યો હતો. જેના ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેપર મેળવવા ઈચ્છુક ઉમેદવારોનો સંપર્ક હતો. મોનુ ગુજરાતથી ઉમેદવારોને પરીક્ષાના 1 દિવસ અગાઉ દિલ્હી લઈ આવ્યો હતો. ત્યાર બાદ ચાર કલાકમાં ઉમેદવારોને પેપર વંચાવી વિનોદ પેપર લઈને ચાલ્યો ગયો હતો. વીરેન્દ્રએ વિનોદને પેપર મેળવી આપવા એડવાન્સ 9,70,000 આપ્યા હતા. પેપર લીક થયા બાદ જાણ થતાં વીરેન્દ્ર અને વિનોદે એકબીજા સાથે સંપર્ક કરવાનો બંધ કરી દીધો હતો.
ગુનાની યોગ્ય તપાસ થાય તે માટે ATS અને ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરના સંશાધનો એકત્રિત કરી બનાવેલા સંયુક્ત ટીમે ઘણા રાજ્યોમાં તપાસ કર્યા બાદ પેપર લાઈક કરનારી ગેંગના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. ત્યાર બાદ ચાલી રહેલ ગુપ્ત તપાસમાં ટેકનિકલ રીસોર્સથી જાણવા મળ્યું હતું કે પેપર લીક કૌંભાડનો મુખ્ય આરોપી દિલ્હીમાં છુપાયેલો છે. જેને આધારે દિલ્હીમાં રોહિણી ખાતેથી તે આરોપીને ઝડપી પાડયો હતો. આરોપી વેશ બદલીને ફરતો હતો તે પણ સામે આવ્યું છે.
આરોપી વીરેન્દ્ર માથુર વેટ લિફ્ટિંગનો શોખ ધરાવતો હતો અને 1994 થી ફિઝિકલ ટ્રેનર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેલ્લા 11 વર્ષથી પ્રહલાદનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કોચ તરીકે નોકરી કરતો હતો. તેને 4 વખત નેશનલ વેટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ પણ લીધો છે અને 650 જેટલા વેટ લિફ્ટ તૈયાર કરેલા છે. 12 ઇન્ટરનેશનલ અને 200 જેટલા નેશનલ મેડલ જીત્યા છે.વર્ષ 2017મી DSSSB ની ભરતીમાં થયેલ પેપર લીક કેસમાં તેનું નામ આવતાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.