દારૂના કડક અમલની વચ્ચે બુટલેગરો પણ સતર્ક થયા છે. અને શહેરમાં દારૂ લાવવાને બદલે છેવાડાના ગામોમાં દારૂ લાવી તેનું નાના પાયે શહેરમાં વેચાણ કરવામાં આવે છે. તેવા જ એક દારૂના ગોડાઉન પર પોલીસે રેડ કરી 426 પેટી વિદેશી દારૂ કબ્જે કર્યો છે. સોલા પોલીસ મથકની હદમાં આવેલા હેબતપુર ગામના ખેતરમાં ઝાડીઓની વચ્ચે છુપાવેલા દારૂના જથ્થા સાથે પોલીસે અશોક ઉર્ફે ટીનો દંતાણી અને જીતુ મારવાડીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૂપિયા 17.48 લાખના વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. જો કે, ગુનાનો આરોપી સલીમ ઉર્ફે તોતો ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મહત્વની વાત એ છે કે, આતંકી હુમલાની દહેશતના પગલે રાજ્યની તમામ બોર્ડર પર પુરતી ચકાસણી કરવામાં આવે છે. રાજ્યમાં પ્રવેશ કરતા તમામ વાહનોની ચેકિંગ થાય છે. પોલીસની તપાસ અને IB એલર્ટ વચ્ચે દારૂનો જથ્થો રાજ્યની બોર્ડરમાંથી અમદાવાદ સુધી પહોંચ્યો કેવી રીતે તે સૌથી મોટો પ્રશ્ન છે.