અમદાવાદ : રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ શહેરની છે. અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે તેનો વિસ્તાર વધી રહ્યો છે, ત્યારે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા શાકભાજી, ફળ, ખાણીપીણી, ચાની લારી વાળા જેવા લોકોને પ્રધાનમંત્રી સ્ટેટ વન્ડરર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ લોકોને અંદાજે 133.75 કરોડની બેંક મારફતે લોન આપી છે.
AMC પ્રથમ નંબર : પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ શેરી તેમજ ફેરિયાઓને લોન આપવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ નંબરે આવ્યું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1,08,440 શેરી ફેરીયાઓને કુલ 133.75 કરોડની બેંક મારફતે લોન મંજૂર કરવામાં આવી હતી. અમદાવાદ બાદ લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશન બીજા નંબરે, જ્યારે કાનપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રીજા નંબરે આવ્યું છે. સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધી 1,42,000 જેટલા શેરી ફેરિયાઓ તેમજ પરિવારજનોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્રથમ લોન 10 હજારની : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 87,337 શેરી ફેરીયાઓને 10,000 પ્રથમ લોનના લેખે કુલ 87.33 કરોડ, જ્યારે 19,699 શેરી ફેરીયાઓને 20,000ના લેખે કુલ 39.40 કરોડ અને 1,404 શેરી ફેરીઓને 50,000ના લેખે કુલ 7.2 કરોડ એમ કુલ મળીને 1,08,440 જેટલા શેરી ફેરીઓને 133.75 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત લોન પર સાત ટકા વાર્ષિક વ્યાજ સબસીડી સરકાર દ્વારા ડીબીટી મારફતે તેમના ખાતામાં ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત કુલ 1.43 કરોડ વ્યાજની સબસીડી પણ ચૂકવવામાં આવી છે.
ડિજિટલ ટ્રાન્જેક્શન ટ્રેનિંગ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા શહેરમાં સીડી ફેરિયાઓ જેવા કે શાકભાજી, ફળ, ખાણીપીણી, ચારની લારીવાળા, પાથરણાવાળા, કલાકારીગીરીની વસ્તુ, જીવનજરૂરી, અન્યવસ્તુઓ શેરી અથવા ફૂટપાથ કે ખુલ્લી જગ્યા પર વેચાણ કરનાર તમામ ધંધા-રોજગાર જે લોકો માઠી અસર થયેલી હતી. તેવા લોકોને પુન:બેઠા કરવા માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ 62,500 જેટલા શેરી ફેરિયાઓને ડિજિટલ ટ્રેનિંગ અને ડિજિટલ પેમેન્ટ સાથે જોડવામાં આવેલા હતા. જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર માનસિક 100 રૂપિયા લેખે 1.40 કરોડનું કેસ બેન્ક આપવામાં આવ્યું છે.