ETV Bharat / state

PM Modi Gujarat visit: પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત - inaugurate Saber Dairy plant

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના(Sabar Dairy)વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)કરશે. વડાપ્રધાન રૂપિયા 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે જયારે રૂપિયા 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ કરશે.

PM Modi Gujarat visit: પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત

author img

By

Published : Jul 26, 2022, 9:14 PM IST

અમદાવાદઃ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના (Sabar Dairy)વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે જેને પગલે પૂર્વ તૈયારીઓ હાથ ધરાઇ છે. સાબરડેરીમાં 28 જુલાઈના રોજ નરેન્દ્ર મોદીના હસ્તે રૂપિયા 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે જયારે રૂપિયા 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ(inaugurate Saber Dairy plant)કરશે. આ ઉપરાંત રૂપિયા 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સાબર ડેરીના પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત

વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી - આ ઉપરાંત સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે કાર્યક્રમની (PM Modi Gujarat visit )સાથેસાથે જિલ્લાના પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે. હાલના સમયમાં સાબર ડેરી સાબરકાંઠા ખેડૂતોની જીવાદોરી છે. આજે સાબર ડેરી આખા દેશમાં જાણીતું નામ બની ગયું છે. આ ડેરીએ છેલ્લાં 58 વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરી કરી છે, જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે.

આ પણ વાંચોઃ સાબર ડેરી દ્વારા પશુધન માટેનો કેટલ ફીડ પ્લાન્ટ સ્થપાશે

પશુપાલકોના જીવનમાં ઉજાશ આવ્યો - સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાબર ડેરીને દીર્ઘદ્રષ્ટીપૂર્ણ માર્ગદર્શન સમયાંતરે મળતું રહ્યું છે. તેમણે આપેલા વિચારબીજ ક્રમશ વટવૃક્ષ બનતા જાય છે. તેના ફળ આજે સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને આસપાસના લોકો મેળવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. વર્ષ 1964-65માં માત્ર 19 દૂધ મંડળીથી શરૂ થયેલી ડેરી આજે 1798 કાર્યરત દૂધ મંડળી ધરાવે છે. એ જ રીતે માત્ર 29 સભાસદો સાથે શરૂ થયેલી ડેરી આજે 3,84,986 સભાસદોનું સુદ્રઢ પીઠબળ ધરાવે છે. સ્થાપના સમયે એટલે કે વર્ષ 1964-65માં માત્ર 0.05 લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ 33.27 લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદનકરવામાં આવી રહ્યું છે, પ્રતિદિન 40 લાખ લિટર દૂધ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ગુજરાતમાં અને 6 લાખ લિટરની ક્ષમતા હરિયાણાના રોહતક ખાતે ધરાવે છે. આજ રીતે વર્ષ 1974-75માં 1.135 મે.ટન સાબરદાણનું વેચાણ ચાલુ કરી અને આજે 393.34 મે.ટન સુધી પહોંચ્યુંછે. સાબર ડેરી દ્વારા વર્ષ 1964-65 માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂપિયા 1.10 અપાતા હતા અને આજે રૂપિયા 860અપાય છે, એજ પુરવાર કરે છે કે, સાબર ડેરી દ્વારા પશુપાલકોના જીવનમાં ઉજાશ આવ્યો છે.

આ પણ વાંચોઃ sabar dairy milk price hike: સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં ખુશીની લહેર

સાબર ડેરીની જગતભરમાં આગવી ઓળખ - સાબર ડેરીએ એકપણ દિવસ મિલ્ક હોલી ડે રાખ્યા સિવાય કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ દૂધ ધારા વહેતી બંધ થવા દીધી નથી અને પશુપાલકોને પુરતા પ્રમાણમાં ભાવ આપ્યા છે. આ ઉપરાંત વર્ષના અંતે રીટેન્શન મની પણ આપવામાં આવે છે. જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. સાબર ડેરીની સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનો ડેરીના વિકાસમાં સિંહ ફાળો છે. સાબરકાંઠાની મહિલાઓ ભલે ઓછું અક્ષરજ્ઞાન ધરાવતી હોય પરંતુ તેમની કોઠાસૂઝ અને પશુપાલન વ્યવસાયમાં અથાગ મહેનતને કારણેઆજે સાબર ડેરીએ જગતભરમાં આગવી ઓળખ ઊભી કરી છે. સાબર ડેરીની મહિલા પશુપાલકોએ સાબિત કર્યું છે કે, મહિલાઓમાં અપાર શક્તિઓ છે. પોતાના પશુપાલનના વ્યવસાયદ્વારા પોતાના પરિવાર તેમજ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી મહિલાઓ પોતાના પરિવારને આત્મસન્માનપૂર્વક આગળ ધપાવી રહી છે. સો સો સલામ છે આવી મહિલા પશુપાલકોનેકે, જેમણે દેશ અને દુનિયાને ગુજરાતની નારીશક્તિની અનોખી પહેચાન કરાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.