ETV Bharat / state

PM Modi: પીએમ નરેન્દ્ર મોદી 27 એપ્રિલે ગુજરાત સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઇન જોડાશે - swagat programme

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 27 એપ્રિલના રોજ ગુજરાતના સ્વાગત કાર્યક્રમમાં વર્ચ્યુલ માધ્યમથી જોડાશે. સ્વાગત કાર્યક્રમ પીએમ મોદીએ 20 વર્ષ પહેલા તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે શરૂ કર્યો હતો. તે 21માં વર્ષમાં પ્રવેશ કરે છે. શું છે આ સ્વાગત કાર્યક્રમ.

પીએમ નરેન્દ્ર મોદી 27 એપ્રિલે ગુજરાત સ્વાગત કાર્યક્રમમાં ઑનલાઈન જોડાશે, શું છે આ સ્વાગત?
પીએમ નરેન્દ્ર મોદી 27 એપ્રિલે ગુજરાત સ્વાગત કાર્યક્રમમાં ઑનલાઈન જોડાશે, શું છે આ સ્વાગત?
author img

By

Published : Apr 24, 2023, 8:23 AM IST

અમદાવાદ: વડાપ્રધાન ઘણા કાર્યક્રમમાં પોતાની હાજરી પુરાવતા હોય છે. એમાં પણ તેમને ગુજરાત માટે તો આગવો પ્રેમ છે. જેના કારણે ગુજરાતના દરેક કાર્યક્રમમાં તેઓ કોઇને કોઇ રીતે હાજરી આપતા હોય છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રાજ્યના સામાન્ય નાગરિકની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવા જનહિતકારી ભાવથી દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે તેમણે શરૂ કરાવેલી જનફરિયાદ નિવારણની આ પહેલ ‘‘સ્ટેટ વાઈડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’-સ્વાગત કાર્યક્રમે, હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સ ની આગવી દિશાસૂચક પહેલ તરીકે ખ્યાતિ મેળવી છે.

21 માં વર્ષમાં પ્રવેશ: સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ આ ઉપક્રમ આગામી તારીખ 24 એપ્રિલ બે દાયકાની મંઝિલ પાર કરી 21 માં વર્ષમાં પ્રવેશ કરશે. તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2003થી ‘સ્વાગત’ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે ફરિયાદ નિવારણ દિવસ તરીકે પ્રસ્થાપિત કરેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગત સફળ બે દાયકાની મંઝિલ પાર કરવાના આ અવસરે તારીખ 27 એપ્રિલ, 2023 ને આગામી ગુરૂવારે યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઇન સહભાગી થશે.

આ પણ વાંચો Ahmedabad Crime : ભાઈ બહેને મળીને વેપારીને દુષ્કર્મના કેસની ધમકી આપી 55 લાખ પડાવ્યા, બહેનની ધરપકડ

નરેન્દ્ર મોદીએ વિકસાવી: એટલું જ નહિ, સ્વાગત સફળતાની ફલશ્રુતિ એ જે નાગરિકો પ્રજા વર્ગો ની સમસ્યાનું સુચારૂ નિવારણ આવ્યું છે. તેવા લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સંવાદ પણ કરવાના છે. વડાપ્રધાન સ્વાગત 21 માં વર્ષ પ્રવેશ પ્રસંગે રાજ્યના જિલ્લા વહીવટી તંત્ર તેમજ સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપશે. મુખ્યપ્રધાન સ્વયં આ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અરજદાર નાગરિકની રજૂઆત સાંભળે. તેનું વાજબી નિવારણ લાવે તેવી સંવેદનશીલ પરિપાટી નરેન્દ્ર મોદીએ વિકસાવી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : જન્મદિવસ નિમિતે દારૂની મહેફિલ માણતા 8 શખ્સોની પોલીસે કરી ધરપકડ

ઉજવવાનો નિર્ણય: નાગરિકોને પોતાની રાવ-ફરિયાદ અને રજૂઆતો માટે સ્થાનિક ફરિયાદ સાથે ઉચ્ચ કક્ષાએ કે સચિવાલય સુધી આવવું જ ન પડે તેવી તંદુરસ્ત સ્થિતીના નિર્માણમાં આ સ્વાગત કાર્યક્રમ એક સિમાચિન્હ બની ગયો છે. વડાપ્રધાને કંડારેલી સુશાસનની આ પરંપરાને વધુ તેજ ગતિએ આગળ ધપાવતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયા સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આ સ્વાગત સપ્તાહ અન્વયે એપ્રિલ માસના અંતિમ ગુરૂવાર તારીખ 27 એપ્રિલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઓનલાઇન ઉપસ્થિતીમાં આયોજિત રાજ્ય સ્વાગત કાર્યક્રમ માં જોડાશે તેમજ જિલ્લા અને તાલુકા સ્વાગત માં સપ્તાહ દરમિયાન રજૂ થયેલ પ્રશ્નો તેમજ તેના નિવારણ ની કામગીરીની સમીક્ષા પણ હાથ ધરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.