ETV Bharat / state

ગુજરાત ચૂંટણી સંગ્રામમાં મોદીનો જંગી રોડ શો, કોંગ્રેસનો પ્રથમ તબક્કામાં 55 બેઠકો જીતવાનો દાવો - મોદીનો જંગી રોડ શો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો ( Second phase of Gujarat assembly elections ) 5 ડિસેમ્બરે છે. જેના પ્રચાર પડઘમ 3 ડિસેમ્બરે શાંત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ઝંઝાવાતી પ્રચાર( PM Modi Road Show in Ahmedabad ) કર્યો હતો. તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ છેલ્લી ઘડીના પ્રચારમાં હતી. ઈ ટીવી ભારતનો વિશેષ ઓવરઓલ ન્યૂઝ રીપોર્ટ.

ગુજરાત ચૂંટણી સંગ્રામમાં મોદીનો જંગી રોડ શો, કોંગ્રેસનો પ્રથમ તબક્કામાં 55 બેઠકો જીતવાનો દાવો

author img

By

Published : Dec 2, 2022, 9:49 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સરેરાશ મતદાન 63.31 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્ય ચૂંટણી પંચે સત્તાવાર રીતે ફાઈનલ મતદાનની ટકાવારીના આંકડા જાહેર કર્યા હતા. હવે બીજા તબક્કા ( Second phase of Gujarat assembly elections ) ની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં 61 બેઠકો અને ઉત્તર ગુજરાતની 32 બેઠકો મળી કુલ 93 બેઠકો પર મતદાન યોજાશે. તેના માટે તે પહેલા 3 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે.

પીએમ મોદીના અમદાવાદમાં બે રોડ શો, ચાર જાહેરસભા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો બીજો દિવસ હતો. તેમણે ચાર સભા સંબોધી હતી, અને અમદાવાદમાં ગઈકાલે 51 કિલોમીટરનો રોડ શો ( PM Modi Road Show in Ahmedabad )કર્યો હતો, જેમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો ( 16 assembly seats of Ahmedabad ) આવરી લીધી હતી. હજારોની સંખ્યામાં રોડ શોમાં મોદીની એક ઝલક મેળવવા રોડ પર ઉમટી પડ્યા હતા. આજે પણ મોદીએ અમદાવાદમાં એએમસીથી સરસપુરની જાહેરસભા સુધી રોડ શો કર્યો હતો.

કોંગ્રેસ હાર ભાળી ગઈ છે અને હવે EVM પર ઠીકરું ફોડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું હતું. કોંગ્રેસ હાર ભાળી જશે એટલે ઈવીએમ પર ઠીકરું ફોડશે. છેલ્લા બે દિવસથી કોંગ્રેસે કહેવાનું શરૂ કરી દીધું છે, પણ એટલે તમારે સમજી જવાનું કે ભાજપ જીતે છે. કોંગ્રેસને સરદાર પટેલ અને દેશની એકતા સામે વાંધો છે. કોણ હારે કે કોણ જીતે તેના માટેની ચૂંટણી નથી. ગાંધીનગરમાં કોની સરકાર બને તે માટેની ચૂંટણી નથી. દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે, પણ હવે આગામી 25 વર્ષ પછી ગુજરાત કેવું હોય, કેટલું સશ્ક્ત હોય, ગુજરાત કેટલું વિકસિત છે, ગુજરાત સમૃદ્ધ હોય. તેના માટેની આ ચૂંટણી છે.

ભગવંત માને પુરાવા રજૂ કર્યા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વડોદરામાં રોડ શો ( Amit Shah Road Show ) કર્યો હતો, અને સભાને સંબોધી હતી. બીજી તરફ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને (Bhagwant Maan )પંજાબમાં લોકોને સરકારી નોકરીઓ આપી છે અને નવી રોજગારીનું સર્જન કર્યું છે, તે અંગે તેમણે પુરાવા રજૂ કરીને ગુજરાતની જનતાનો વિશ્વાસ હાંસલ કરવા પ્રયત્નો કર્યો હતો. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી રાઘવ ચઠ્ઠાએ (Raghav Chadha )નરોડામાં રોડ શો કરીને પ્રચાર કર્યો હતો.

ભાજપ હાર ભાળી ગઈ છેઃ આલોક શર્મા કોંગ્રેસના નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડ્ડાએ( Congress Leader Bhupendrasinh Hudda ) કહ્યું હતું કે ડબલ એન્જિન સરકારમાં ભષ્ટાચાર વધ્યો છે. બેરોજગારી વધી છે. ખેડૂતોની ઉદાસીનતા છે. કોંગ્રેસના નેતા ભૂપેન્દ્રસિંહ હૂડ્ડાએ વધુમાં કહ્યું કે ગુજરાતીઓ મન બનાવી લીધું છે કે સરકાર બદલવી છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકોના મતદાન પછી કોંગ્રેસને 55 બેઠકો ( Second phase of Gujarat assembly elections ) મળી રહી છે તેવો દાવો કર્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા આલોક શર્માએ જાણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને 30-35 સભા અને રોડ શો કરવા પડી રહ્યા છે. તે બતાવે છે કે ભાજપ હાર ભાળી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.