ETV Bharat / state

PM મોદી 17 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે, નર્મદા ડેમની લેશે મુલાકાત

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાના જન્મદિને ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ નર્મદા ડેમ નિહાળવા જશે. નર્મદે-સર્વદે મહાઆરતી કાર્યક્રમમાં ભાગ લેશે.

pm_modi
author img

By

Published : Sep 13, 2019, 7:03 PM IST

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થતાં નર્મદા ડેમ ઓવરફલોની સ્થિતિ એ છે. નર્મદાના નવા નીરના વધામણા કરશે. તેમજ PM મોદી તેમના 69માં જન્મદિને માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર જાય તેવી શક્યતાઓ છે. મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી વધી 137.58 મીટર છે. તે 17 સપ્ટેમ્બર સુધીમાં વધારીને 138 મીટર કરાશે. સરદાર સરોવર છલકાયેલો જોવા માટે પણ PM મોદી નર્મદા આવશે. 2017માં વડાપ્રધાન મોદીએ નર્મદા ડેમ દરવાજાનું લોકાર્પણ કરી આ ડેમ દેશને સમર્પિત કર્યો હતો.

ફાઈલફોટો

Intro:નોંધ- આ સ્ટોરીમાં મુકેલા ફોટા ફાઈલ ફોટા છે...
---------------------------------------------------------------------
અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સુત્રોના કહેવા પ્રમાણે વડાપ્રધાન તેમના જન્મદિવસે સરદાર સરોવરની મુલાકાત લેશે. અને નર્મદે સવર્દે… મહાઆરતીના કાર્યક્રમમાં ભાગ લેશે. હાલ નર્મદા સરદાર સરોવર ડેમ ઑવરફલો છે, નર્મદાના નવા નીરના વધામણા કરશે. તેમજ પીએમ મોદી તેમના 69માં જન્મદિને માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર જાય તેવી પણ સંભાવના છે.Body:મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી વધી 137.58 મીટર છે. તે 17 સપ્ટેમ્બર સુધીમાં વધારીને 138 મીટર કરાશે. સરદાર સરોવર છલકાયેલો જોવા માટે પણ પીએમ મોદી નર્મદા આવશે. 2017માં વડાપ્રધાન મોદીએ નર્મદા ડેમ દરવાજાનું લોકાર્પણ કરી આ ડેમ દેશને સમર્પિત કર્યો હતો.Conclusion:આગામી ૧૭ સપ્ટેમ્બરે ગુજરાત સરકાર દ્વારા સવારે ૧૦.૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં દરેક જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા વિસ્તારમા આવેલ વિવિધ જળાશયો-નદી-ચેકડેમ ખાતે એક મહાઉત્સવ જેવો માહોલ ઉભો કરી ‘‘માં નર્મદા’’ના વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં પવિત્ર મંત્રોચ્ચાર કરી ‘‘માં નર્મદા’’ની આરતી કરવામાં આવશે, વિવિધ વર્ગ-સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારા-ત્રાંસા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે, એમ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.