ETV Bharat / state

અમદાવાદના 132 ફુટ રિંગરોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા - Ahmadabad latest news

અમદાવાદમાં તોમાસુ શરૂ થવાની તૈયારીમાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં 19 જુલાઇ સુધીમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી છે.

132 ફુટ રિંગરોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા
132 ફુટ રિંગરોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા
author img

By

Published : Jun 14, 2021, 2:20 PM IST

  • અમદાવાદમાં 19 જુલાઇ સુધીમાં વરસાદ પડે તેવી શક્યતા
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી
  • 132 ફૂટ રીંગ રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં 19 જુલાઇ સુધીમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી છે. પરંતુ ખરેખરમાં અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : મહીસાગર જિલ્લા MGVCL દ્વારા આગામી ચોમાસાને લઈ હાથ ધરાઇ પ્રિ-મોન્સૂન કામગીરી

વરસાદ પડે તો રોડ ચીકણો થવા ભૂવા પડવાથી અકસ્માત થવાની સંભાવના

અમદાવાદના મધ્યેથી પસાર થતા 132 ફૂટ રીંગ રોડ ઉપર મેટ્રોનું કામ અને પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. જેને લઇને દર 100 મીટરના અંતરે ખાડો ખોદેલો જોવા મળે છે. પરિણામે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ખાડામાંથી ઉલેચેલ માટીને લઈને પણ સતત ધૂળ ઊડતી હોય છે. આવામાં જો વરસાદ પડે તો રોડ ચીકણો થવા ઉપરાંત ભૂવા પડવાથી પણ અકસ્માતો બનવાની સંભાવના છે. ત્યારે આસપાસના નાગરિકોએ આ કામ તુરંત પૂર્ણ કરવામાં આવે તેવી લાગણી વ્યકત કરી છે.

આ પણ વાંચો : રાજકોટ મનપા દ્વારા વરસાદ અગાઉ પ્રિમોન્સૂનની કામગીરી શરૂ

132 ફૂટ રિંગ રોડ પર પણ પાણી ભરાવાની સમસ્યા

ચોમાસામાં મોટાભાગનું અમદાવાદ ખાડા નગર બને છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળે છે. 132 ફૂટ રિંગ રોડ પર પણ પાણી ભરાવાની સમસ્યા પહેલેથી જ છે. વધારામાં આ પ્રકારની પ્રવૃત્તિઓથી નવી સમસ્યાનું સર્જન થઇ શકે છે. ત્યારે નવી ચૂંટાયેલી AMCની ટીમ આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી લોકોની આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.