ETV Bharat / state

દરેક ચૂંટણીમાં ધારાસભ્યોના પક્ષપલટા થતા પેટાચૂંટણીનો ખર્ચ ધારાસભ્યો પાસેથી વસુલ કરવા હાઇકોર્ટમાં PIL - અમદાવાદ હાઇકોર્ટ

ગુજરાતમાં જયારે પણ ચૂંટણી આવે ત્યારે ધારાસભ્યોના પક્ષ પલટાની સીઝન શરુ થઇ જાય છે. એકબાદ એક ધારાસભ્યો એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જતા હોય છે. જેથી જે તે બેઠક પર ફરી પેટાચૂંટણી યોજવી પડે છે. જેનો ખર્ચ સામાન્ય જનતાને ભોગવવો પડે છે. જેને લઈને હાઇકોર્ટમાં પક્ષ પલટુઓ પાસેથી પેટા ચૂંટણીનો ખર્ચ વસુલ કરવામાં આવે તેવી જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

highcourt
હાઇકોર્ટ
author img

By

Published : Oct 28, 2020, 10:57 AM IST

  • પેટાચૂંટણીનો ખર્ચ ધારાસભ્યો પાસેથી વસુલ કરવા હાઇકોર્ટમાં PIL
  • ધારાસભ્યો પોતાના સ્વાર્થ માટે પક્ષ બદલતા હોવાની દલીલ
  • ચૂંટણીપંચે આ અંગે નોટીફિકેશન બહાર પાડવા અને પક્ષપલટુ માટે નિયમો બનાવવા દાદ માગી

અમદાવાદ : ગુજરાતમાં જયારે પણ ચૂંટણી આવે ત્યારે ધારાસભ્યોના પક્ષ પલટાની સીઝન શરુ થઇ જાય છે. એકબાદ એક ધારાસભ્યો એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જતા હોય છે. જેથી જે તે બેઠક પર ફરી પેટાચૂંટણી યોજવી પડે છે. જેનો ખર્ચ સામાન્ય જનતાને ભોગવવો પડે છે. જેને લઈને હાઇકોર્ટમાં પક્ષ પલટુઓ પાસેથી પેટા ચૂંટણીનો ખર્ચ વસુલ કરવામાં આવે તેવી જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

એક વિધાનસભાની પેટાચૂંટણીમાં આશરે 2 કરોડ જેટલો ખર્ચ

હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ કરેલી જાહેરહિતની અરજીમાં પક્ષપલટુ ધારાસભ્યો પાસેથી અંગત પ્રચાર માટે કરેલા અને પેટાચૂંટણીના ખર્ચા પેટે નાણાંની રિકવરી કરવાની દાદ માગી છે. લગભગ એક વિધાનસભાની પેટાચૂંટણીનો ખર્ચો 2 કરોડ રૂપિયા જેટલો થાય છે. તેનો બોજો સામાન્ય લોકો પર પડે છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી 15 પક્ષપલટુ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. જેમાંથી 10 ધારાસભ્યો પેટાચૂંટણીમાં લડી રહ્યા છે.

2017 બાદ ત્રણ વર્ષમાં 19 ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો

2017માં કોગ્રેંસના 77 ઉમેદવારો ચૂંટાયા હતા. તેમાથી 19 ધારાસભ્યોએ કોગ્રેંસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ત્યાર બાદ તમામ બેઠકો પાર પેટા ચૂંટણી યોજાય છે. હાઇકોર્ટમાં એ પણ દલીલ કરવામાં આવી છે કે, ધારાસભ્યો પોતાના અંગત સ્વાર્થ માટે પક્ષ પલટો કરતા હોવાથી તમામ ખર્ચ તેમની પાસેથી વસુલ કરવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.