અરજદારનો આક્ષેપ છે કે, ચૂંટણી નજીક હોવાથી મતદાન કરવા ઈચ્છતા તમામ લોકોના નામ મતદાન યાદીમાં સામેલ કરવામાં આવે. જેથી સારા લોક-પ્રતિનિધિઓની ચૂંટણી થઈ શકે. આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો છે કે, 18 વર્ષથી વધુ 1.25 લાખ લોકો જેમણે નોંધણી કરાવી છે.તેમ છતાં મતદાર યાદીમાં નામ સામેલ કરવામાં આવ્યું નથી. કેટલાક લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારનો આક્ષેપ છે કે લોકો મતદાર યાદીમાં નામસામેલ કરવાબાબતે ઘણા પ્રયાસ કર્યા છે. તેમ છતાં તેમના નામ સામેલ કરવામાં આવ્યા નથી.
મતદાર કાર્ડમાં નામ કમી, સુધારા, સહિતની પ્રક્રિયા માટે આવેલા 1.25 લાખ ફોર્મનોનિકાલ લાવવામાં આવ્યો છે. પરતું આ લોકોના નામ મતદાર યાદીમાં સામેલ કરાયા નથી.જોકે,અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે દ્વારા આ અંગે યોગ્ય પગલા લેવાઈ રહ્યાં હોવાનો દાવો કર્યો હતો.અરજદારની માંગ છે ચૂંટણી પંચ અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી આ બાબતે ધ્યાન આપે જેથી કોઈપણ વ્યકિત મતદાનથી વંચિત રહે નહીં.