- ગુજરાતી ફોટોગ્રાફર છે બ્લેસ્મોન સેમ્યુઅલ
- દાદા સાહેબ ફાળકે આઇકોન એવૉર્ડમાં બેસ્ટ ફોટોગ્રાફર તરીકે મળ્યો છે એવૉર્ડ
- બોલીવુડ અને ટેલીવુડના જાણીતા ચહેરાઓ રહ્યા ઉપસ્થિત
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેશન ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ ફોટોગ્રાફર બ્લેસ્મોન સેમ્યુઅલને દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ એનાયત થયો હતો. મુંબઇ ખાતે યોજાયેલા આ સમારંભમાં બોલીવૂડ અને ટેલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. મૂળ જન્મે ગુજરાતી તેવા બ્લેસ્મોન સેમ્યુઅલએ ગુજરાત અને મુંબઇમાં કેમેરામેન તરીકે ખૂબ સારી નામના ધરાવી રહ્યા છે. તેમના ફેશન ફોટોગ્રાફી અને બ્રાન્ડિંગ ફોટોગ્રાફીના કેમ્પઈનમાં ગુજરાત અને બોલીવુડના નામી અનામી કલાકારો ભાગ લે છે અને બ્લેસ્મોન સેમ્યુઅલ દ્વારા તેમની ફોટોગ્રાફી કરવામાં આવે છે.
આ એવોર્ડ સમારંભ 24 નવેમ્બર ના રોજ મુંબઈ ખાતે કોરોનાના સમયમાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરીને ગુજરાતના અને બોલીવુડ તથા ટેલિવુડના જાણીતા કલાકારો જેમકે અમન વર્મા, શ્વેતા તિવારી, પ્રખ્યાત ધારાવાહિક 'ભાભીજી ઘર પે હે' ના કલાકારો સહિત બોલીવુડના જાણીતા ચહેરાઓની હાજરીમાં આયોજન કરવા માં આવ્યું હતું.
આ વિશે ETV Bharat સાથેની વાતચીતમાં બ્લેસ્મોન સેમ્યુઅલએ જણાવ્યું હતું કે મારો જન્મ ગુજરાતમાં થયો છે અને એક ગુજરાતી તરીકે જ ઓળખાઉ છું જેનું મને ગૌરવ છે અને આ એવોર્ડને ઇન્ડસ્ટ્રીના ખૂબ ઉત્તમ એવૉર્ડમાં સ્થાન મળે છે. આ પ્રકારના એવૉર્ડ જ્યારે મળે અને તમારા કામની પ્રશંસા થાય ત્યારે તમને વધુ કામ કરવાની પ્રેરણા મળે છે અને નવું જોમ જુસ્સો આવે છે.
- અમદાવાદથી મનન દવેનો અહેવાલ