- પેટ્રોલ પમ્પ પરથી અજાણ્યા વ્યક્તિઓએ કર્યું અપહરણ
- પેટ્રોલ મેનેજરે ઘટનાની જાણકારી પોલીસને આપી
- વ્યાજની બાબતે કરવામાં આવ્યું હતુ અપહરણ
ધંધુકા : બરવાળા હાઈવે પર આવેલા એસ્સાર પેટ્રોલ પંમ્પ પર ફરજ બજાવતા વિપુલભાઈ બળદેવભાઈ વાઘની એક વેગેનાર ચાલક જે પેટ્રોલ ભરાવવા આવ્યો હતો તેની સાથે માથાકુટ થઈ હતી અને પછી વિપુલભાઈનું અપહરણ કરી વેગેનાર ગાડી ત્યાથી નાસી છૂટી હતી.
મનેજને નોંધાવી ફરીયાદ
આ ઘટના અંગે પેટ્રોલ પમ્પના મેનેજરે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ગંભીરતાની ઘટનાને ધ્યાને લઇ ધંધુકા પી.આઈ સી બી ચૌહાણ અને તેમની ટીમે આ અંગે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં 1 કરોડની સામે 5 કરોડ વસુલ્યા છતાં વ્યાજખોરોએ કરી વધુ માંગણી
વ્યાજખોરીની બાબત
પોલીસે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ વિપૂલભાઈ પાસેથી 45 હજાર માંગતા હતા. વિપુલને પૂછપરછ કરતા અગાઉ તે ઉમરાળા પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો ત્યારે 5000 રૂપિયા લીધેલ હોવાનું જણાવ્યું હત, પરંતુ વ્યાજ ચડાવતા આટલી મોટી રકમ થઈ હતી જે તેઓ આપવામાં અસક્ષમ હતા.