અમદાવાદઃ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવનાર નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity in Narmada)પર પોતાની ફરજ બજાવનાર અધિકારીને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પ્રમોશન આપવાના હાઇકોર્ટના આદેશનું પાલન ન થતાં અરજદાર દ્વારા હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરવામાં (Promotion application as Deputy Collector)આવી હતી. જેને લઇને હાઇકોર્ટની (Gujarat High Court)ચીફ જસ્ટિસે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. 17 જૂન સુધીમાં હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં આવે એવું પણ હાઇકોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો: આ સમગ્ર મામલે વિગતો જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વીઆઇપી મહેમાનોની દેખરેખ અને તેમના તેમના વ્યવસ્થા માટેની અધિકારી પોતાની ફરજ બજાવે છે. ત્યારબાદ ખાતાકીય પ્રમોશન કમિટી દ્વારા 4- 2- 2016ના રોજ તે અધિકારીની ડેપ્યુટી કલેક્ટરના પ્રમોશનની ભલામણ થયેલી હતી,પરંતુ ત્યારબાદ તેમને કોઈ પ્રમોશન આપવામાં ન આવતા અરજદારે હાઈકોર્ટમાં (Statue of Unity)અરજી દાખલ કરી હતી. આ સમગ્ર કેસ હાઇકોર્ટમાં સીંગલ જજ સમક્ષ ચાલ્યો હતો અને સીંગલ જજે આ કેસને લઇને અરજદારની બાજુ તરફેણ આપતા આદેશ કર્યો હતો કે નવેમ્બર 2021માં અરજદારને ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ આદેશનું પાલન ન કરવામાં ના આવતા અરજદારે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરી છે.
આ પણ વાંચોઃ Sokhada Haridham Controversy: ગુણાતીત સ્વામીના મોત મામલે હાઇકોર્ટેને અવગત કરાયા
ફરિયાદ નોંધાયા બાદ અરજદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા - આ સમગ્ર કેસ દરમિયાન રાજ્ય સરકારના વકીલની રજૂઆત હતી કે, અરજદારને ખાતાકીય પ્રમોશન કમિટી દ્વારા 4 -2 -2016ના રોજ ડેપ્યુટી કલેક્ટરના પ્રમોશનની ભલામણ થયેલી હતી પરંતુ આ પછી થોડા સમય બાદ જ અરજદાર સામે 19-06-2016 ના રોજ એસીબીમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ નોંધાયા બાદ અરજદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અધિકારીઓના પ્રમોશન માટે સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું હતું તેમ આ અરજદારનું નામ બાકાત કરી નાખવામાં આવ્યું હતું અને જેને લઇને તેમને કોઈપણ જાતનું પ્રમોશન આપવામાં આવ્યું નથી.
રાજ્ય સરકારે આદેશનું પાલન કર્યું નથી - જેની સામે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને સીંગલ જજે તેમને તરફેણમાં આદેશ આપ્યો હતો જોકે અમે ખંડપીઠ સમક્ષ પણ આ વાતની અપીલ કરી છે અને આ બાબતે જલ્દી જ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, હાઇકોર્ટના સિંગલ જજ ના આદેશ થવા છતાં પણ રાજ્ય સરકારે આદેશનું પાલન કર્યું નથી. આ ઉપરાંત તેમણે પણ રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે ખાતાકીય પ્રમોશન કમિટી જ્યારે પણ પ્રમોશન આપવા અંગે નિર્ણય લીધો હોય ત્યારે અધિકારી સામે કોઈ એફઆઈઆર ના હોય અને પ્રમોશન મળ્યા બાદ કોઈ એફ.આઇ.આર થાય તો અધિકારીના પ્રમોશનને રોકવું નહીં.
આ પણ વાંચોઃ PSI recruitment controversy : ફિઝિકલ પરીક્ષા માટે યોગ્ય નથી તો મુખ્ય પરીક્ષા માટે મંજૂરી કેમ આપવી? HC
અરજદારને હજુ સુધી પ્રમોશન આપવામાં આવ્યું નથી - આ ઉપરાંત રાજ્ય સરકારનો નવો ઠરાવ છે કે કોઈ અધિકારી સામે એસીબીને ફરિયાદના બે વર્ષ સુધી કોઇ નિર્ણય આવે નહીં તો તેને પ્રમોશન આપવામાં આવે. જ્યારે અરજદાર સામે 2016ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. આટલો સમય થવા છતાં પણ અરજદારને હજુ સુધી પ્રમોશન આપવામાં આવ્યું નથી તેથી આ બન્ને બાબતોને ધ્યાનમાં રાખીને અરજદારને પ્રમોશન આપવામાં આવે.
ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી - સમગ્ર સુનાવણી બાદ હાઇકોર્ટે ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે 17 જૂન સુધીમાં હાઇકોર્ટના આદેશનું પાલન કરવામાં આવે અથવા તો સિંગલ જજના આદેશ સામે કરેલી અરજીમાં સ્ટે મેળવો. જો સ્ટે મળે નહીં તો હાઇકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો 17 જૂનના રોજ મહેસુલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી હાઇકોર્ટમાં હાજર રહેવું પડશે અને આ સમયે ચાર્જફ્રેમ કરીશું. આ સમગ્ર મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.