અમદાવાદઃ કોરોના વાઈરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં કેટલાક લોકો વાહનો લઈને બિનજરૂરી ફરે છે. જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવવામાં આવી રહ્યું છે. તેમ છતાં કેટલાક લોકો વાહન લઈને બહાના બતાવી બિન-જરૂરી બહાર આવી જાય છે. જેના કારણે કોરોના વાઈરસ વધુ ફેલાઈ શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરમાં ફરતા ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઇમરજન્સી અને મીડિયાના વાહનો સિવાય તમામ વાહનો પોલીસ દ્વારા ડિટેન કરી શકાશે.