- અમદાવાદ જિલ્લાના તમામ સભ્યોની બેઠકદીઠ મેડિકલ કેમ્પ યોજાશે
- વિરમગામ કરકથલ આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
- કેમ્પમાં આવેલા તમામ દર્દીઓઓને નિઃશુલ્ક દવા આપવામાં આવી
- ગ્રામજનોને કોરોનાથી બચવાના ઉપાય અંગે સમજણ આપવામાં આવી
અમદાવાદઃ વિરમગામ તાલુકાના કરકથલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. અમદાવાદ જિલ્લાના તમામ જિલ્લા સભ્ય બેઠક દીઠ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં આવેલા તમામ દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરક્થલ ખાતે મેડિકલ ઓફિસર ડૉ.અજય વસાણી દ્વારા ઓપીડીમાં દર્દીઓની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ મેણિયા ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય સમિતિના ચેરમેને દર્દીઓની ગૃહ મુલાકાત લીધી હતી
આ કેમ્પમાં આરોગ્ય સમિતિ ચેરમેન જગદીશ મેણિયા, જિલ્લા સભ્ય નટુજી ઠાકોર, ધીરૂ ચૌહાણ, આરોગ્ય વિભાગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર વિરલ વાઘેલા, ડૉ.કિરણ પંચાલ, નીલકંઠ વાસુકિયા, કે.એસ.ઠાકોર દ્વારા વિરમગામ શહેરના COVID-19 પોઝિટિવ દર્દીઓની ગૃહ મુલાકાત લેવામાં આવી હતી.