- કોરોનાને લઈને પશ્ચિમ રેલવેની સ્થિતિ, 90 ટકા ટ્રેનો શરૂ
- વધારાની ભીડ માટે 14 સ્પેશિયલ ટ્રેનો
- લોકડાઉનના ડરથી લોકોએ પોતાના વતન તરફ વળ્યા
અમદાવાદઃ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં દૈનિક કોરોનાના 05 હજાર કેસ, જ્યારે અમદાવાદ શહેરમાં શહેરમાં કોરોનાને દૈનિક 1.5 હજારથી પણ વધુ કેસ આવી રહ્યા છે. રાજ્યના 4 મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર ત્વરિત પગલાં લઈ રહી છે. જો કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લોકડાઉન નહીં આવે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. તેમ છતાં લોકડાઉનના કડવા અનુભવને ધ્યાનમાં રાખીને પરપ્રાંતિય લોકો ગુજરાતમાંથી પલાયન કરી રહ્યા છે. જેને લઈને રેલવે સ્ટેશન પર તેમજ બસ સ્ટેશન પર મોટા પાયે ભીડ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ જો ફરીથી લોકડાઉન લાગે તો? જાણો ગુજરાતમાં કામ કરી રહેલા પરપ્રાંતિયોની પીડા.
પશ્ચિમ રેલવે દ્વારા લાંબા અંતરની 266 ટ્રેનો ચાલી રહી છે
પશ્ચિમ રેલવેના હાલમાં 266 લાંબા અંતરની ટ્રેનો ચાલી રહી છે. જે અગાઉના સમયગાળા દરમિયાન દોડાવવામાં આવતી 310 ટ્રેનોના લગભગ 90 ટકા છે. આ ઉપરાંત તહેવારના માહોલને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો જાન્યુઆરી 2021 થી માર્ચ 2021 સુધી શરૂ કરવામાં આવી હતી. જે હવે જૂન 2021 સુધી લંબાવવામાં આવી છે. ઉનાળાની શરૂઆત સાથે જ પ્રવાસીઓની સુવિધા માટે ટૂંક સમયમાં વધુ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનો ખાસ કરીને પટના, ગોરખપુર, ભાગલપુર, ગાજીપુર ગુવાહાટી માટે 14 સમર સ્પેશિયલ ટ્રેનો સુરક્ષિત કરવામાં આવી છે. આ ઉપરાંત ખાલી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવી રહ્યા છે. 42 ટ્રેનોમાં 575 કોચ ઉમેરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ભાવનગરના પરપ્રાંતીય શ્રમિકોની એક જ માગઃ લૉકડાઉન લગાવો તો સમય આપજો
પ્લેટફોર્મ ટિકિટ રદ કરવામાં આવી
વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે કરફ્યૂ લાદવામાં આવ્યું છે. તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડને કંટ્રોલ કરવા માટે પ્લેટફોર્મ ટિકિટ રદ કરવામાં આવી છે. પ્રવાસીઓ સિવાય અન્ય લોકોને સ્ટેશન પ્રવેશ પર અંકુશ મુકાયો છે. જે પ્રવાસીઓ માસ્ક ન પહેર્યું હોઇ તેમની પાસેથી દંડની વસૂલ કરવામાં આવી રહ્યી છે. પશ્ચિમ રેલવે દ્વારા 410 કોરોના કોચ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમનો સ્ટાફ તેમજ રેલવેના ડૉક્ટરો પણ પ્રવાસીની ઇમરજન્સી સેવા માટે તૈયાર છે.
ભરૂચ જિલ્લામાં બે દિવસમાં 8 ટ્રેન મારફતે 12,800 પરપ્રાંતિયોને તેમના વતન રવાના કરવા આવ્યાં છે. અત્યાર સુધી 24 ટ્રેન મારફતે 36,140 કામદારોએ વતન ગમન કરતા ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે.
કોરોના મહામારી દરમિયાન દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ગુજરાતમાંથી મોટાભાગના પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતનમાં જતા રહ્યા છે. જ્યારે કેટલાક શહેરમાં શ્રમિકો માટે વતન જવાની વ્યવસ્થા ન સર્જાતા પરપ્રાંતિયો દ્વારા હોબાળો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટાભાગના પરપ્રાંતિયો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં પોતના વતન ગયા હતા. પરંતુ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 10 વર્ષથી કામ કરતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કેટલાક પરપ્રાંતિયો રાજકોટ બેડી માર્કેટિંગયાર્ડ ખાતે પરત ફર્યા છે.
લોકડાઉન ઘણો સમય વીતી ગયો છે, ત્યારે શ્રમજીવી લોકો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જો કે આ પરિસ્થિતિમાં પરપ્રાંતીય શ્રમિકો અને તેમનો પરિવાર ભારે મુશ્કેલી અનુભવી રહ્યો છે. ગુજરાતમાં કામ પેટિયું રડવા આવેલા પરપ્રાંતિઓને વતન જવા માટેની વ્યવસ્થાઓ કરાઈ છે.