અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં નિયમિત પાણી મળતું નથી. વેજલપુર વિધાનસભાનાં મકતમપુર વોર્ડની સ્થાનિક મહિલાઓ અને યુથ કોંગ્રેસના કાર્યકરો રેલી સ્વરૂપે વોર્ડ કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં કોંગ્રેસ કાર્યકરો અને મહિલાઓ દ્વારા સીટી ઈજનેરને પાણીની સમસ્યા અંગે રજુઆત કરી આવેદનપત્ર પાઠવ્યુ હતું. ટેન્કર મારફતે પાણી આપવાની માંગ કરી હતી.
રમઝાન માસમાં આંકરા ઉનાળામાં પાણી માટે વલખા મારવા પડતા હોવાથી મહિલાઓ માટલા ફોડી રોષ પ્રગટ કર્યો હતો. લોકોએ અમદાવાદ મહાનગરપાલિકાની હાય..હાય પણ બોલાવી હતી. તો આ સમસ્યાઓનું નિરાકરણ નહિ આવે તો કોર્પોરેશનની ઓફિસની બહાર ધરણા કરવામાં ચિમકી પણ મહિલાઓએ ઉચ્ચારી હતી.