ETV Bharat / state

સ્માર્ટ સિટીના દાવા કરતી મનપાના હદ વિસ્તારમાં રોગચાળાએ માઝા મૂકી - Gujarati News

રાજ્ય સરકાર વર્ષ 2022 સુધીમાં મેલેરિયા નાબુદીનું લક્ષય સેવી રહી છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ મનપા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને હોસ્પિટલોમાં ચાલુ મહિને સાદા મેલેરિયાના 123 અને ઝેરી મલેરિયાના 9 કેસ નોંધાયા છે.

સ્માર્ટ સિટીના દાવા કરતી મનપાના હદ વિસ્તારમાં લોકો બીમાર

author img

By

Published : Aug 29, 2021, 1:34 PM IST

Updated : Aug 29, 2021, 2:24 PM IST

  • 2022 સુધીમાં મલેરિયા નાબૂદીનું રાજ્ય સરકારનું લક્ષ્ય
  • છતાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
  • મનપાના ચોપડે સાદા મલેરિયા 123 અને ઝેરી મલેરિયાના 9 કેસ

અમદાવાદ: એક તરફ રાજ્ય સરકાર વર્ષ 2022 સુધીમાં મેલેરિયા નાબુદીનું લક્ષય સેવી રહી છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ મનપા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને હોસ્પિટલોમાં ચાલુ મહિને સાદા મેલેરિયાના 123 અને ઝેરી મલેરિયાના 9 કેસ નોંધાયા છે. આ સાથે ડેન્ગ્યુના સૌથી વધુ 130 અને ચિકનગુનિયાના 67 આમ, મચ્છરજન્ય રોગચાળાના ચાલુ મહિને કુલ 329 કેસ નોંધાયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ આંકડા માત્ર મનપાના ચોપડે નોંધાયેલા છે. અન્ય હોસ્પિટલનો આંકડો લેવા જતા સ્થિતિ વધુ ખરાબ હોવાનું માલુમ પડે છે.

મચ્છરજન્ય રોગચાળાની સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં સૌથી વધુ સાદા મલેરિયાના અને ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે સૌથી વધુ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય તેવા વટવા, ચાંદખેડા, બહેરામપુર, લાંભા અને, મકતમપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે પાણીજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો ચાલુ મહિને કુલ 528 કેશો નોંધાયા છે. આમ સ્માર્ટ સિટીના દાવા કરતી મનપા ના હદ વિસ્તારમાં દૈનિક 17 થી 18 લોકો દૂષિત પાણીના કારણે બીમાર થઈ રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં પાણીજન્ય રોગચાળાના કારણે ઝાડા ઉલ્ટીના 227, કમળાના 101, ટાઇફોઇડના 194 અને કોલેરાના 3 કેસ નોંધાયા છે. આ સાથે જાન્યુઆરી ખીલે ઓગસ્ટ સુધી 4107 કેસ પાણીજન્ય રોગચાળાના જ્યારે 914 કેસ મચ્છરજન્ય રોગચાળાના નોંધાયા છે.

વકરતા રોગચાળાને સામે કામગીરી કરાઇ હોવાના મનપાના દાવા

એક તરફ લોકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કારણે હોસ્પિટલના ફેર લગાવવા મજબૂર છે ત્યારે બીજી તરફ મમતા દાવો કરી રહી છે કે તેણે વકરી રહેલા રોગચાળા સામે જરૂરિયાત મુજબ પગલાં લીધા છે. મનપાએ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં 105200 બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે જ્યારે 3444 સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે 68796 સેમ્પલોનું ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યું છે. જેમાંથી 192 સેમ્પલમાં ક્લોરીન નીલ જોવા મળ્યું છે. વધુમાં 7470 બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી 155 સેમ્પલ અનફિટ જાહેર થયા છે.

Last Updated : Aug 29, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.