- ગુજરાતમાં ડોકટરોએ કોરોના વાઇરસથી બચવા માટે ગાયના છાણના ઉપયોગ અંગે ચાતવણી આપી છે
- કોવિડ-19 થી 3,876 લોકોના મોત નીપજ્યાં છે
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,49,992 લોકોના મૃત્યુ સંક્રમણથી થયા છે
અમદાવાદઃ દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર સતત ચાલુ છે. દરરોજ કોરોનાના 34 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે, લોકો કોરોનાથી બચવા માટે વિવિધ નુસ્ખાનો આશરો લઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલતા સમાચારો પર વિશ્વાસ ન કરવા અંગે સરકાર તરફથી વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. આ અંગે ઘણી વખત PIB Fact Checkને ચેતવણી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ કચ્છમાં છાણ અને ગૌમુત્રના મિશ્રણ સાથે બનેલી સંજીવની રાખડી લોકોને ઊર્જા આપશે
શરીર પર ગાયના છાણની પેસ્ટ લગાવવાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મળશે નહીં
આ બધાની વચ્ચે, ગુજરાતમાં ડોકટરોએ કોરોના વાઇરસથી બચવા માટે ગાયના છાણના ઉપયોગ અંગે ચાતવણી આપી છે. ડોકટરોએ કહ્યું કે, શરીર પર ગાયના છાણની પેસ્ટ લગાવવાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મળશે નહીં, તેનાથી મ્યુક્રોમાઇકોસિસ સહિત અન્ય બીજા પ્રકારના ચેપ પણ થઈ શકે છે.
ગૌશાળામાં 200થી વધુ ગાયો છે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનામ SGVP દ્વારા સંચાલિત ગૌશાળામાં લોકો સારવાર લઇ રહ્યા છે અને તેઓ માને છે કે, આનાથી કોવિડ-19 સામે લડવા માટે તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા વધશે. પરંતું ડોક્ટરો આ વિશે ખાતરી આપતા નથી. SGVP અધિકારીએ જણાવ્યું હતું કે, આ ગૌશાળામાં 200થી વધુ ગાયો છે.
છેલ્લા એક મહિનાથી દર રવિવારે 15 જેટલા લોકો શરીર પર છાણ અને ગૌમૂત્રનો લેપ લગાવવા આવે છે
તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા એક મહિનાથી દર રવિવારે 15 જેટલા લોકો શરીર પર ગોબર અને ગૌમૂત્રનો લેપ લગાવવા આવે છે. ત્યાર બાદ તેને ગાયના દૂધથી ધોઇ નાખવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ સારવાર લેનારાઓમાં કેટલાક ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને દવાની દુકાનમાં કામ કરતા લોકો પણ છે. તેમ છતાં ડોકટરો તેને અસરકારક માનતા નથી.
ગાયના છાણથી કોરોના સામે રક્ષણ મેળવી શકાય એ વિશે કોઇ સંશોધન મળ્યુ નથી
ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડો. દિલીપ માવલંકરે જણાવ્યું હતું કે, મને ખબર નથી કે આ સારવાર લોકોને ખરેખર મદદ કરશે કે નહીં. મને હજી સુધી કોઈ સંશોધન મળ્યું નથી, જેનાથી એ સંકેત મળે કે શરીર પર છાણ લગાવવાથી કોરોના વાઇરસ સામે રોગ પ્રતિરોધક ક્ષમતા વધે.
ગાયના છાણમાંથી મ્યુક્રોમાઇકોસિસ સહિતના અન્ય રોગ પણ થઈ શકે છે
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અથવા IMAની મહિલા શાખાના પ્રમુખ અને શહેરના સિનિયર ડોક્ટર ડો. મોના દેસાઇએ આ ઉપચારને દંભી અને અસંભવિત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ઉપયોગી સાબિત કરવાને બદલે ગાયના છાણમાંથી તમને મ્યુક્રોમાઇકોસિસ સહિતના અન્ય રોગ પણ થઈ શકે છે.
ગાયના છાણમાં પણ ઘણી ફૂગ હોય છે, તે શરીર પર લગાવવાથી ચેપ લાગી શકે છે
ગાયનું છાણમાં શરીરના બગાડ સિવાય બીજું કશું નથી અને પેશાબ ક્યારેય પ્રતિરક્ષાને વેગ આપી શકતો નથી અથવા તેનાથી તમારું રક્ષણ કરી શકતું નથી. લોકોએ ડોકટરોની સલાહ લેવી જોઈએ અને તેનાથી દૂર રહેવું જોઈએ. ગાયના છાણમાં પણ ઘણી ફૂગ હોય છે, તે શરીર પર લગાવવાથી તમને પણ ચેપ લાગી શકે છે. તેમણે વધુમાં કહ્યુ કે, લોકો ઘણા જાગૃત છે તેથી તેઓ તેમના જીવનને જોખમમાં મૂકે નહિ.
આ પણ વાંચોઃ ભૂજમાં બને છે છાણ અને ગૌમુત્રના મિશ્રણ સાથે ઓર્ગેનિક રાખડી
છેલ્લા 24 કલાકમાં, સંક્રમણમના 3,29,942 નવા કેસ નોંધાયા છે
ઉલ્લેખનિય છે કે, હાલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 22,99,2517 પર પહોંચી ગઈ છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં 14 દિવસ બાદ સંક્રમણના નવા કેસની સંખ્યા ઘટીને 3.29 લાખ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, સંક્રમણમના 3,29,942 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોવિડ-19 થી 3,876 લોકોના મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,49,992 લોકોના મૃત્યુ સંક્રમણથી થયા છે.