અમદાવાદ: જાસપુર ગામ ખાતે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા માતાજીનું મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આજે પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ સાથે જ મહત્વની બેઠક મળી હતી. જે બેઠકમાં મંદિરનું બાંધકામ કેવા પ્રકારનું થઈ રહ્યું છે. તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉમિયા માતાજીના સંસ્થાના પ્રમુખ બાબુ જમના પટેલ તેમજ વિશ્વ ઉમિયાધામ પ્રમુખ આર.પી.પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
![મંદિરની વિશેષતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-07-2023/18956371_thum.jpg)
" આજે વિશ્વ ઉમિયાધામ ખાતે આજ સમાજના વિવિધ હોદ્દેદારો તેમજ ચેરમેન અને કારોબારી મંદિરની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જેમાં વિશ્વનું સૌથી ઉંચા મંદિરનું નિર્માણ કામ કેવા પ્રકાર થઈ રહ્યું છે. તેનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વમાં પાટીદારો વૈશ્વિક સંગઠન બની રહ્યું છે.આ વિશ્વનું સૌથી ઊંચું મંદિર એ દરેક સમાજનું છે.આજ વિશ્વનું સૌથી ઊંચું મંદિર તે લોકો માટે ટુરિસ્ટ સ્થળ પણ બનશે. માત્ર ગુજરાત જ નહીં ભારત અને વિશ્વના તમામ લોકો આ વિશ્વના સૌથી ઉંચા મંદિર જોવા માટે આવશે. આગામી સમયમાં વિશ્વની એક નવી અજાયબી ગણવામાં આવે તો પણ નવાઈ નહી." - આર.પી.પટેલ, વિશ્વ ઉમિયા ધામ પ્રમુખ
1 હજાર કરોડના ખર્ચે નિર્માણ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અંદાજીત 1 હજાર કરોડના ખર્ચે અંદાજિત 504 ફૂટ ઉંચા વિશ્વના સૌથી ઉંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ડો-જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર આગામી 5 વર્ષમાં તૈયાર કરવામાં આવશે. આ મંદિર એટલું મજબૂત તૈયાર કરવામાં આવશે કે જેમાં ભૂકંપ કે વાવાઝોડું પણ અસર કરી શકશે નહીં. મંદિરની ગેલેરીનો વ્યુ 270 ફુટ ઉંચાઈ રાખવામાં આવશે. જે ગેલેરી સમગ્ર અમદાવાદનો નજારો જોઈ શકાશે. મંદિરમાં જ વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ 5 વિઘામાં તૈયાર કરવામાં આવશે.
ઉમિયામાતાનું સિંહાસન 51 ફૂટ: મંદિરમાં ગર્ભગૃહમાં ઉમિયા માતાજી સિંહાસન પણ 51 ફૂટ ઊંચું જોવા મળી આવશે. આ ઉપરાંત અંદાજિત 3500 જેટલા વાહન એક સાથે પાર્ક થઈ શકે તેવી વયસ્થા પણ ઉભી કરવામાં આવશે. આ પાર્કિંગ વ્યવસ્થા રાજ્યનું સૌથી મોટું પાર્કિંગ હશે. આ ઉપરાંત ઉમિયા માતાના મંદિર સાથે પરાના શિવલિંગની સ્થાપના કરવામાં આવશે. મંદિરમાં વૃદ્ધ લોકો સરળતાથી દર્શન કરી શકે તે માટે એસ્કેલેટર પણ મુકવામાં આવશે.