અમદાવાદ: સરકારે પેટ્રોલ- ડિઝલમાં કરાયેલાં ભાવ વધારાથી અમદાવાદીઓ નારાજ છે. સામાન્ય લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરતા લોકોએ કહ્યું કે, કોરોનાની મહામારીમાં ભાવ ઘટાડવાના બદલે સરકાર ભાવ વધારી રહી છે. CM કેર ફંડમાં આવેલા રૂપિયાનો સરકાર ઉપયોગ કરે તેવું પણ જણાવ્યું હતું. સાથે જ સરકારે આ પરિસ્થિતિમાં લોકોને રાહત આપવાની જરૂર છે તેવી પણ માગ કરી હતી.
તો સરકારે પેટ્રોલ- ડિઝલમાં કરેલા ભાવવધારા પર વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકારને આડેહાથ લીધી હતી. પાકિસ્તાનના પેટ્રોલના ભાવ સાથે ધાનાણીએ સરખામણી કરતાં જણાવ્યું કે, પાકિસ્તાનમાં 34.44 રૂપિએ લીટર પેટ્રોલ છે. ભારતમાં 70.19 રૂપિએ લીટર પેટ્રોલ છે. પ્રજાને લૂંટવાનું સરનામું પેટ્રોલ પંપ તેમ પણ ધાનાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, કોરોના મહામારી, મંદી અને મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ મોંઘું કર્યું છે.
