અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ રિટમાં રજુઆત કરવામાં આવી છે કે, પાલડી ખાતે આવેલા ABVP કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો તેની પહેલા જ ABVPના કાર્યકરતાઓએ NSUIના લોકો પર હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સહયોગ કર્યો હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભાજપ યુવા મોર્ચા પ્રમુખ રૂત્વિજ પટેલ, સહિત કેટલાક લોકો આ સમગ્ર સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગૃહપ્રધાનના દબાણને પગલે આ લોકો સામે ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે આ કેસની SIT તપાસની માંગણી કરી છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, રાજકીય પક્ષની શાખાના કાર્યકરતાઓ દ્વારા ગુડા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના હુમલાથી લોકોમાં CAA-NRCનો વિરોધ ન કરે તેના માટે ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યું છે. અત્યાચાર સામે અવાજ ઉઠાવવા સામે હુમલા અને પોલીસની લુલી કામગીરી બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.