ગુજરાતનો સૌથી મોટો મૉલ એવા અમદાવાદ વન મૉલ( આલ્ફાવન મૉલ ) ખાતે નાના બાળકો દ્વારા પર્યાવરણ બચાવો અને વૃક્ષો વાવોની થીમ પર પેઇન્ટિંગ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા બાળકો દ્વારા સુંદર ચિત્ર દોરી તેને પ્રદર્શન કરવાના હેતુથી તેનું એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું હતું.
આ પેઇન્ટીંગ કોમ્પિટિશનમાં અમદાવાદ વન મૉલ તરફથી બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. તો સાથે સાથે દરેક બાળકોને વૃક્ષો આપવામાં આવ્યા હતા.
આ ઇવેન્ટ ગોઠવવા પાછળનું મુખ્ય કારણ લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ લાવવા તેમજ દરેક નાગરિક પોતાની ફરજ નિભાવે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મૉલમાં આવતા ગ્રાહકોને પણ મેસેજ પાઠવ્યો હતો. કે વૃક્ષો વાવો જેથી આવનારી ભાવી પેઠી સારા પર્યાવરણમાં રહી શકે અને તેની માવજત કરે.
આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદના અમદાવાદ વન મૉલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.