ETV Bharat / state

પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતીઓની અનોખી કહાણી - પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતીઓ

કેન્દ્ર સરકાર તરફથી પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવે છે. આ વખતે આ યાદીમાં 10 ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનો પણ સમાવેશ થાય છે. તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો છે. મૂળ અમદાવાદ અને હાલ તેલંગણાના કમલેશને પણ પદ્મ ભૂષણ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય પદ્મશ્રી એવોર્ડ માટે બીજા આઠ ગુજરાતીઓની પસંદગી (Padma Award 2023 )થઈ છે.

પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતીઓની અનોખી કહાણી

author img

By

Published : Jan 26, 2023, 8:43 AM IST

Updated : Jan 26, 2023, 9:17 AM IST

અમદાવાદઃ ગુજરાતના મહાનગર અમદાવાદના આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષની વયે નિધન થયું હતું. સરકારે એમને મરણોત્તર પદ્મ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. તેમને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવશે. તેલંગણાના અને મૂળ ગુજરાતી એવા કમલેશ પટેલને પદ્મભૂષણ માટે પસંદ કરાયા છે. તેઓ એક આધ્યાત્મિક નેતા, લેખક તેમજ અધ્યાત્મિક અભ્યાસના સહજ માર્ગમાં યોગ માસ્ટર છે. જ્યારે પદ્મશ્રી એવોર્ડ માટે અરીઝ પીરોજશાહ ખંભાતાની પસંદગી કરવામાં આવી છે. એમને પણ મરણોત્તર પદ્મ સન્માન મળ્યું છે.

આ પણ વાંચો: Padma Awards 2023: કુલ 106 હસ્તીઓને પદ્મ એવોર્ડને સન્માનિત કરાશે, 10 ગુજરાતી

રસનાના સ્થાપકને સન્માનઃ અરીઝ પીરોજશાહ ખંભાતા તેઓ રસના ગ્રૂપના સ્થાપક છે. વર્ષ 1970ના દાયકામાં સોફ્ટ ડ્રિંકના વિકલ્પ રૂપે રસના નામનું એક સોફ્ટ ડ્રિંક્સ બનાવ્યું હતું. જ્યારે અમદાવાદના મહિપત કવિએ વર્ષ 1975માં ગુજરાતમાં પપેટ્સ અને નાટકની સ્થાપના કરી હતી. મૂળ લેખક, કઠપૂતળી, સંગીતકાર તથા સારા અનુવાદક છે. જ્યારે તેઓ વ્યવસાયે શિક્ષક છે. તેમણે 100થી વધારે કઠપૂતળીના નાટક લખેલા છે. જ્યારે અમદાવાદના જ ભાનુભાઈ ચિતારા કલમકારી કળાના સાતમી પેઢીના કલાકાર છે. જેમણે ભારત દેશની 400 વર્ષ જૂની માતાજીની પછેડી કળાને જીવતી રાખી છે. આ માટે તેમણે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી છે. રામાયણ અને મહાભારતની કથાને એક સ્વતંત્ર ચિત્ર રૂપે જીવંત કરતી કળા છે.

ભજનિકની નોંધ લેવાઈઃ જ્યારે રાજકોટના ભજનિક અને લોકગાયક હેમંત ચૌહાણે 6000 જેટલા લોકગીત તેમજ ભજન, 1500 પ્રાચીન લોકગીત તેમજ 2000 ગરબાના ગીત લખેલા છે અને કંઠ પણ આપ્યો છે. એમની પદ્મ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ડૉ. મહેન્દ્ર પાલ આણંદના નારાયણ કન્સલ્ટન્સી ઓન વેટરનરી પબ્લિક હેલ્થ એન્ડ માઈક્રોબાયોલોજીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરે છે. શિક્ષણ, સંશોધન, રોગ તપાસ, આયોજન તેમજ વહીવટમાં 50 વર્ષથી વધારેનો અનુભવ છે. આ સિવાય સિદી સમાજની મહિલા હીરબાઈ લોબીએ મહિલાનો પગભર કરવામાં સિંહફાળો આપ્યો છે. 700થી વધારે મહિલાઓનું જીવન એમના કારણે બદલાયું છે.

મહિલાને સન્માનઃ રીલાયન્સ ફાઉન્ડેશન તરફથી સિદી સમાજના હીરબાઈને રીયલ એવોર્ડ, જાનકી દેવીપ્રસાદ બજાજ પુરસ્કાર, ગ્રીન એવોર્ડ તેમજ 2022 નેધરલેન્ડ તરફથી પણ એક એવોર્ડ મળેલો છે. આ ઉપરાંત પરેશ રાઠવા દેશ વિદેશમાં બાબા પીઠોરાના ચિત્રો બનાવીને આદિવાસી સંસ્કૃતિ ધાર્મિક પ્રણાણીને ઉજાગર કરે છે. તેઓ પીઠોરા લીપીને નિષ્ણાંત છે. હજારો વર્ષો જૂની આદિવાસીઓની પીઠોરા દેવીની લીપી પર અભ્યાસ કરીને આદિવાસી પીઠોરનું ચિત્રકામ કરી સમગ્ર દેશમાં એક અનોખી ઓળખ ઊભી કરી છે.

આ પણ વાંચો: Republic Day 2023 : 'ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે' : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

આદિવાસી સંસ્કૃતિને સિદ્ધિઃ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, બાબા પીઠોરા એ અમારી આસ્થા છે. અમારા મુખ્ય દેવ છે. પરંપરા અને સાંસ્કતિક રીતે આદિવાસી સમાજની એની પૂજા અર્ચના કરે છે. આદિવાસી લોકો એની માનતા માને છે. અમે એની જાળવણી કરીએ છીએ. જોકે, આ વખતે કુલ દસ ગુજરાતીઓની પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમણે પોતાના ક્ષેત્રમાં એક આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી દીધો છે. (Padma Award 2023 )

Last Updated : Jan 26, 2023, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.