અમદાવાદ: અંગદાન એ મહાદાન અંતર્ગત ઇન્ડીયન મેડિકલ એસોસિએશન દ્વારા અંગદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, ભારતીય ક્રિકેટર જસપ્રીત ભુમરાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મેડિકલ એસોસિએશન દ્વારા જે પણ પરિવારે અંગદાન કર્યા છે તેવા પરિવારના સભ્યોને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
-
સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO), ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત શાખા અને ગુજરાત મીડિયા ક્લબ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત અંગદાન મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ હૃદયસ્પર્શી બની રહ્યો. આ પ્રસંગે અંગદાતા પરિવારોનું સન્માન કર્યું તેમજ અંગદાનની… pic.twitter.com/0NRwnKlRvh
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO), ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત શાખા અને ગુજરાત મીડિયા ક્લબ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત અંગદાન મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ હૃદયસ્પર્શી બની રહ્યો. આ પ્રસંગે અંગદાતા પરિવારોનું સન્માન કર્યું તેમજ અંગદાનની… pic.twitter.com/0NRwnKlRvh
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 30, 2023સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO), ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત શાખા અને ગુજરાત મીડિયા ક્લબ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત અંગદાન મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ હૃદયસ્પર્શી બની રહ્યો. આ પ્રસંગે અંગદાતા પરિવારોનું સન્માન કર્યું તેમજ અંગદાનની… pic.twitter.com/0NRwnKlRvh
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 30, 2023
દરેક પરિવાર આપણો છે તે ભાવ સાથે અંગદાન કરવાનો નિર્ણય ખૂબ જ સહરાનીય છે. જે સંસ્થા માનવ જીવનમાં ઉપયોગમાં કામ કરતી હોય તેવી સંસ્થાને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મદદ કરવાની ફરજ પડે છે. રાજ્યમાં કિડનીના કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. રાજ્યના તમામ તાલુકાએ ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. - ભૂપેન્દ્ર પટેલ, મુખ્યપ્રધાન
817 લોકોને નવું જીવન: વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે રાજ્યમાં 670 જેટલા જીવતા લોકોએ અંગદાન કર્યું હતું. જ્યારે 603 જેટલા લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યું છે. આમ રાજ્યમાં કુલ 817 જેટલા લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે આ અંગદાન કરેલા પરિવારનું ઋણ ક્યારે ચૂકવી શકાય નહીં. અંગદાનની લોકોમાં સમજ આવે ખૂબ જ જરૂરી છે.
દેશમાં અંદરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલા લોકોએ પોતાના સ્વજનનું મતદાન કર્યું છે. દેશમાં મેડિકલ સાયન્સએ ખૂબ જ પ્રગતિ કરી છે. સરકાર દ્વારા પણ મેડિકલ સાયન્સને વધુમાં વધુ આગળ લઈ જવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બ્રેઇન ડેડ થતા પરિવારના લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે અંગદાન ખૂબ જ મહત્વનું કામ હોય છે. અને જીવનદાન ફ્લેટ આપવાનું કામ પસાર કરવામાં આવી રહ્યું છે જે બજેટમાં પણ અલગ જ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. - ઋષિકેશ પટેલ, આરોગ્યપ્રધાન
વિશ્વ કક્ષાના ડોક્ટર તૈયાર થશે: વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ સ્થળને પણ ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે શિક્ષણ સાથે આરોગ્ય પણ વિશ્વ કક્ષાના ડોક્ટર તૈયાર થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી કરીને વિશ્વના દર્દીઓ પણ ગુજરાતમાં સારવાર માટે આવે તેવા ડોક્ટરો તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા જેવા શહેરના દર્દીઓને છેક અમદાવાદ સુધી લંબાવવું ન પડે તે માટે સારી હોસ્પિટલ અને ડોક્ટરો પણ તેમના શહેરમાં મળી રહે તેવા પ્રાયોસો સરકાર દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે.