ETV Bharat / state

19 વર્ષના બ્રેઇનડેડ યુવકના અંગદાનથી ઘણાં દર્દીઓનું જીવન પુનઃ ખીલશે - બ્રેઇનડેડ દર્દીઓ

મૃત્યુ બાદ પણ જીવનનો અહેસાસ કરાવી જાય તેવા કિસ્સાઓમાં અંગદાન પ્રવૃત્તિમાં લોકો ફાળો આપતાં જોવા મળી રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Ahmedabad Civil Hospital)માં એક 19 વર્ષના બ્રેઇનડેડ યુવકના અંગોનું દાન(Organ donation) આપવામાં આવ્યું છે. રાજકોટના દીપક પ્રસાદનું અકસ્માતમાં ઇજાના કારણે બ્રેઇનડેથ થયું હતું જે બાદ પરિવારે અંગદાનની મંજૂરી આપી હતી.

19 વર્ષના બ્રેઇનડેડ યુવકના અંગો દાનથી ઘણાં દર્દીઓનું જીવન પુનઃ ખીલશે

author img

By

Published : Nov 10, 2021, 7:13 AM IST

  • ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે
  • છેલ્લાં 10 મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 18 વ્યક્તિથી અંગદાન મળ્યાં
  • 62 જુદા જુદા અંગથી જુદા જુદા 50 લોકોના જીવ બચ્યાં

અમદાવાદઃ આપણાં સમાજમાં કહેવાય છે કે જરૂરિયાતમંદ માણસની વહારે ઇશ્વર વિવિધ સ્વરૂપે મદદ કરવા આવે છે. અંગદાનના કિસ્સામાં અંગદાતા એવા બ્રેઇનડેડ દર્દીઓ એ અંગદાન(Organ donation) મેળવનાર દર્દીઓ માટે ઇશ્વરતુલ્ય જ હોય છે, કેમ કે, આવા દાનથી તેમની જીંદગી ફરી વસંતની માફક ખિલી ઉઠે છે. તેથી જ અંગદાનને જીવનદાનની સમકક્ષ ગણાયું છે.

50 દિવસમાં 9 વ્યક્તિના અંગદાન મળ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Ahmedabad Civil Hospital)માં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. ત્યારે છેલ્લાં 10 મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 18 લોકોના શરીરમાંથી મેળવેલા 62 જુદા જુદા અંગથી જુદા જુદા 50 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. છેલ્લે 8 નવેમ્બરે જે બ્રેઇનડેડ(Braindead patients) વ્યક્તિના અંગોનું દાન થયું તેને ગણતરીમાં લેતા છેલ્લાં 50 દિવસમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદને 9મું અંગદાન મળ્યું છે.

દીપક પ્રસાદનું 5 નવેમ્બરે બ્રેઇનડેડ જાહેર થયું હતું

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષી જણાવ્યું કે, મૂળ બિહારના શિવપુર જિલ્લાના રહેવાસી છે પણ કામધંધા અર્થે રાજકોટમાં રહેતા 19 વર્ષીય યુવક દીપકકુમાર અશોકરામ પ્રસાદનો અકસ્માત થવાથી માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. અહીં તેમને વેન્ટિલેટર પર રખાયા હતાં. 5 નવેમ્બરે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતાં. પરિવારની સમજાવટ કર્યા બાદ 8 નવેમ્બરના રોજ બ્રેઇનડેડ દીપકકુમારના હૃદય, ફેફસાં, કિડની, લિવરનું દાન મેળવવામાં આવ્યું હતું.

આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે અને એ રીતે અનેક જીવન પુનઃ ખીલશે

આ પણ વાંચોઃ આજની પ્રેરણા

આ પણ વાંચોઃ શિયાળામાં કસરત ચાલુ રાખવાની છ રીતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.