અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોના અંગદાનના સતકાર્યોની સુવાસ રાજ્ય ઉપરાંત દેશ અને વિદેશમાં પણ પ્રસરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો, કાઉન્સેલીંગ ટીમ, સીક્યુરીટી સ્ટાફ, પોલીસ તંત્ર સહિત SOTTOની સમગ્ર નિષ્ઠાપૂર્ણ અંગદાનના (Organ Donation in Civil Hospital Ahmedabad ) સેવાયજ્ઞને આગળ ધપાવી રહી છે.
આ પણ વાંચો અનીલભાઈએ જતા જતા ત્રણ વ્યક્તિના જીવનમાં પાથર્યો પ્રકાશ
ગંભીર ઇજાથી બ્રેઇન ડેડ થયાં હતાં અંગદાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ 97માં અંગદાનની વિગત જોઇએ તો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલ અસાઇ વાસણા ગામના 35 વર્ષીય પંકજભાઇ ઠાકરડાને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામા આવ્યા હતાં. આ સારવાર દરમિયાન પંકજભાઇ ઠાકરડાની શારીરિક સ્થિતિ ગંભીર બની. તબીબોના તમામ પ્રયાસ છતા પણ પંકજભાઇની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો ન હતો. અંતે તબીબો દ્વારા પંકજભાઇને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો 14 દિવસની અંદર સાતમું અંગદાન : ત્રણ લોકોને નવું જીવનદાન આપી માનવતા મહેકાવી
પરિજનોએ અંગદાન કર્યું તબીબોએ આ ક્ષણે પરિજનો અને ગામના વડીલ આગેવાન હીરાભાઇ રબારીને અંગદાન માટે પ્રેરણા આપી હતી. પંકજભાઇ ઠાકરડાના પિતા સોમાજી બદરજી ઠાકરડા અને ગામના આગેવાન તેમજ પરિજનોએ પરસ્પર ચર્ચા કરીને આખરે જનહિતલક્ષી સૌથી મોટું સેવાકાર્ય કરવાનો નિર્ણય કર્યો હતો. બ્રેઇનડેડ પંકજભાઇ ઠાકરડાના અંગોનું દાન કરવા માટે સંમતિ ( Organ Donation in Civil Hospital Ahmedabad ) દર્શાવી હતી.
તબીબી ટીમ સતત 24 કલાક રીટ્રાઇવલમાં ફરજરત રહી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ આ અગાઉ 96માં અંગદાનમાં અંદાજીત 10 થી 12 કલાક સતત મહેનત કરીને 4 અંગો રીટ્રાઇવ કરીને 4 વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું. લગોલગ આ 97 મું અંગદાન થતા ચહેરા પર કોઇપણ પ્રકારનો થાક નહીં પરંતું સેવા અને જરૂરિયાતમંદને પીડામુક્ત કરવાની તત્પરતા હતાં. તબીબોએ બ્રેઇનડેડ પંકજભાઇના અંગોને રીટ્રાઇવલ કરવાની શરૂઆત કરી હતી. 10 થી 12 કલાકની મહેનત બાદ હ્રદય, બે કિડની અને લીવરનું દાન(Organ Donation in Civil Hospital Ahmedabad ) મળ્યું હતું.
2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી 8 જરૂરિયાતમંદોને નવજીવન હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલમા દાખલ દર્દીમાં જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યાં હતાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી આ અંગદાન બાદની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો અને કાઉન્સેલીંગ ટીમ ઉપરાંત, સીક્યુરીટી સ્ટાફ, પોલીસ તંત્ર અને SOTTO ની સમગ્ર ટીમની નિષ્ઠાનું આ પરિણામ છે. સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 અંગદાન (Organ Donation in Civil Hospital Ahmedabad ) થયા છે.