અમદાવાદ: કોરોનાને કારણે 20 જાન્યુઆરી શરૂ થતી જીટીયુની SEM 3ની પરીક્ષા મોકૂફ (Exam of GTU SEM 3 ) રખાયા બાદ હવે 15 ફેબ્રુઆરીથી પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ પરીક્ષાને લઈને ઓનલાઈનનો વિકલ્પ નહીં આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી છે ત્યારે NSUI દ્વારા GTUમાં વિરોધ(Opposition in GTU by NSUI) કરવામાં આવ્યો હતો.
ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ આપવામાં માંગ
GTUના વિદ્યાર્થીઓએ આ મામલે સોશયલ મીડિયા ઉપર પણ પોતાનો વિરોધ શરૂ કર્યું હતો અને GTU SEM 3 ની પરીક્ષામાં(Gujarat Technological University) ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીના આ વિરોધને લઈને NSUIએ સમર્થન આપ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બંને પ્રકારના વિકલ્પ આપવા સાથે જ ચોઇસ ફીલિંગ આપવામાં આવે તેવી માંગ NSUI દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ GTUમાં 27 જાન્યુઆરીના રોજ 11મો પદવીદાન સમારોહ યોજાશે
કોરોનાને ધ્યાનમાં લઈને GTU પરીક્ષામાં બે વિકલ્પ આપવા જોઈએ
NSUIના પ્રદેશ મહામંત્રી ગૌરાંગ મકવાણા જણાવ્યું હતું કે ઓફલાઈન પરીક્ષાને કારણે વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધે તેવી પૂરી શક્યતા છે. કોરોનાને (Corona cases in Gujarat )ધ્યાનમાં લઈને GTU પરીક્ષામાં બે વિકલ્પ આપવા જોઈએ સાથે જ જે વિદ્યાર્થીઓ દૂરથી આવે છે તે લોકોને નજીકનું કેન્દ્ર આપવા માટે અમે માંગ કરી છે. ઓફલાઈન પરીક્ષામાં જો કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો જવાબદાર કોણ?
GTUના સત્તાધીશો ઓફલાઈન પરીક્ષા લેવા મક્કમ
ત્યારે બીજી તરફ GTUના સત્તાધીશો ઓફલાઈન પરીક્ષા લેવા મક્કમ વલણ અપનાવ્યું છે ત્યારે તેમનું કહેવું છે કે 15મીથી શરૂ થતી પરીક્ષા ઓફલાઇન મોડમાં લેવામાં આવશે ત્યારે કોઈપણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. આ સાથે જ પરીક્ષા દરમિયાન જે કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે અને પરીક્ષા નહીં આપી શકે તેવા વિદ્યાર્થીઓની પાછળથી પરીક્ષા લેવામાં આવશે.
આ પણ વાંચોઃ GTU Convocation 2022: GTUનો 11મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો, 144 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત