અમદાવાદ: 5 સપ્ટેમ્બરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાનારી છે. જેનો આત્મનિર્ભર પેનલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, કૈલાશ ગઢવીના જણાવ્યા પ્રમાણે આ વિરોધ કોરોના કાળમાં લોકોને પડી રહેલી તકલીફને લઈને છે. એ મહત્વનું છે કે, GCCIમાં 3200 જેટલા મેમ્બર છે. જેમાંથી 30થી 35 ટકા જેટલા મેમ્બર 60 વર્ષથી વધુ વયના છે. જો તેઓ ચૂંટણીમાં આવે તો તેમને સંક્રમણનો ભય લાગવાની શક્યતા છે. જેના ભાગરૂપે આત્મનિર્ભર પેનલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. જેના પગલે ચૂંટણી પાછી પણ ઠેલાઈ હતી. પરંતુ હવે જ્યારે 5 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે આત્મનિર્ભર પેનલ દ્વારા સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે.
5 સપ્ટેમ્બરે યોજાનારી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી માટે આત્મનિર્ભર પેનલનો વિરોધ - અમદાવાદ
અમદાવાદમાં 5 સપ્ટેમ્બરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાનારી છે. જેનો આત્મનિર્ભર પેનલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.