અમદાવાદઃ બિહારના ભોજનમાં પ્રખ્યાત લીટી ચોખાનો સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. બિહાર તેની ભાતીગળ ખોરાકની વસ્તુઓમાં લીટી ચોખાનો પણ સમાવેશ થાય છે. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક કાર્યક્રમમાં લીટી ચોખાનો સ્વાદ માણતા જોવા મળ્યા હતા. જેની તસવીરો સમગ્ર દેશનાં અખબારોમાં છપાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કારીગરના હાથે બનેલા લીટી ચોખા ખાધા હતા, તે જ કારીગરનો સ્ટોર આ મહોત્સવમાં જોવા મળ્યો હતો. તેમણે આ વિશેની રસપ્રદ માહિતી આપી હતી.