અમદાવાદ: રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત 10 જિલ્લામાં કુલ 69 ટકા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે બાકીના 23 જિલ્લા 31 ટકા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત વડોદરા સહિત 10 જિલ્લામાં કુલ 3.48 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ 1.63 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, ત્યારબાદ બીજો ક્રમ સુરત જિલ્લામાં 64 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. રાજ્યમાં થયેલા કુલ કોરોના ટેસ્ટના 32 ટકા ટેસ્ટ અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યા છે. રાજ્યના 23 જિલ્લામાં 10 હજારથી પણ ઓછા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્ય સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ કરનારા જિલ્લા
અમદાવાદ - 1,63,000
સુરત - 64,100
વડોદરા - 30,000
જૂનાગઢ - 17,800
ભાવનગર - 13,800
રાજ્યમાં 23 જિલ્લા એવા છે કે જ્યાં કોરોના ટેસ્ટની સંખ્યા 10 હજારથી પણ ઓછી છે. ભરૂચ, પાટણ, આણંદ, દાહોદ સહિતમાં ટેસ્ટિંગ ઓછું કરવામાં આવ્યું છે. જોકે અહીં સંક્રમણની સંખ્યા પણ અમદાવાદ અને સુરતની સરખામણીએ ઓછી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 4.99 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આસમમાં ગુજરાત કરતાં વધુ ટેસ્ટિંગ...
ગુજરાત કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં 4.99 લાખ ટેસ્ટ સાથે 11માં ક્રમે છે. પૂર્વી ભારતમાં આવેલું આસામ વિસ્તાર અને જનસંખ્યાની સરખામણીએ ગુજરાત કરતા ખૂબ જ નાનું છે તેમ છતાં આસામમાં અત્યાર સુધીમાં કુલ 6 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
તમિલનાડુ - ગુજરાત કરતા 3 ગણું વધુ ટેસ્ટિંગ કરી રહ્યું છે.
લગભગ મહિના પહેલાં ગુજરાત અને તમિલનાડુના કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સરખી સરખી હતી. જોકે હવે તમિલનાડુમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1.56 લાખ થઈ છે, જોકે તેની પાછળનું કારણ એગ્રેસીવ ટેસ્ટિંગ પણ હોઈ શકે. તમિલનાડુમાં અત્યાર સુધીમાં 18 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતમાં આ સંખ્યા 4.99 લાખની છે.
સૌથી વધુ કોરોના ટેસ્ટ કરનાર રાજ્યો...
કોરોના ટેસ્ટિંગમાં સૌથી વધુ 18 લાખ ટેસ્ટ તમિલનાડુ દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારબાદ બીજા અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર - 15 લાખ અને ઉતર પ્રદેશ - 13 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.