ETV Bharat / state

ભાજપે મેનિફેસ્ટોમાં ઓલિમ્પિક 2036 ગેમ્સનો કર્યો ઉલ્લેખ, યજમાની કરવામાં ગુજરાત કરશે મદદ - ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી

ગુજરાત ચૂંટણી માટે ભાજપે આજે સંકલ્પ પત્ર (Gujarat BJP Manifesto for Gujarat) જાહેર કર્યું છે. તેમાં ઓલિમ્પિક 2036 (Olympics Games 2036) અંગે જે વાત કરવામાં આવી છે. તેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ માટ ગુજરાત કેવા પ્રકારની મદદ કરશે. તેમ જ આ દિશામાં કયા કયા કામ થશે તે અંગે જોઈએ આ અહેવાલ.

ભાજપે મેનિફેસ્ટોમાં ઓલિમ્પિક 2036 ગેમ્સનો કર્યો ઉલ્લેખ, યજમાની કરવામાં ગુજરાત દેશને કરશે મદદ

author img

By

Published : Nov 26, 2022, 2:52 PM IST

અમદાવાદ રાજ્યમાં ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. તેમાં સૌથી વધુ મહત્વની વાત છે ઓલિમ્પિક 2036. ભારત ઓલિમ્પિક ગેમ્સની (Olympics Games 2036) યજમાની કરશે ને તેના માટે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની વાત ભાજપે (Gujarat BJP Manifesto for Gujarat) કરી છે. ત્યારે આપણે જોઈએ કે ભારત ઓલિમ્પિક માટે કેટલું તૈયાર છે. તેમ જ રમતગમત ક્ષેત્રે ભારતની શું સ્થિતિ છે.

નેશનલ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન દેશના અનેક ખેલાડીઓ ઓલિમ્પિક (Olympics Games 2036) અને કોમનવેલ્થ ગેમ્સમાં સારું પ્રદર્શન કરતા હોય છે. દેશમાં રમતવીરો માટે સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે વર્ષ 2036માં થનારી ઓલિમ્પિક રમતની યજમાની ભારત (India to host Olympics Games) કરશે. તેમાં પણ ભારતને ગુજરાત તરફથી તમામ મદદ મળશે. આ પહેલા ગુજરાતે નેશનલ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરીને પોતાની ક્ષમતા બતાવી દીધી છે.

દર 4 વર્ષે યોજાય છે ઓલિમ્પિક્સ ગેમ્સ ઓલિમ્પિક્સ ગેમ સામાન્ય રીતે દર 4 વર્ષે થતી હોય છે. દર વર્ષે આ ગેમ્સની યજમાની (India to host Olympics Games) અલગ અલગ દેશ કરતા હોય છે. ત્યારે ભારતને વર્ષ 2036માં આ ગેમ્સની યજમાની કરવાની તક મળી છે. આ પહેલા વર્ષ 2020માં ઓ ગેમ્સ જાપાનના ટોક્યોમાં રમાઈ હતી. તો હવે વર્ષ 2024માં આ ગેમ્સ પેરિસમાં રમાશે. ત્યારબાદ 2028માં લોસ એન્જેલસમાં, વર્ષ 2032માં ઓસ્ટ્રેલિયાના બ્રેસબનમાં રમાશે. આ તમામ દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત કરતા વધુ સારું છે. જોકે, વર્ષ 2036માં ભારત ઓલિમ્પિક્સ ગેમ્સની (Olympics Games 2036) યજમાની કરશે. એટલે ભારતે અત્યારથી જ પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. મહત્વનું છે કે, વર્ષ 2020માં જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક્સ ગેમ્સ યોજાઈ હતી. તેમાં ભારતે કુલ 7 મેડલ પોતાના નામે કર્યા હતા.

ગુજરાતમાં રમતગમતની સ્થિતિ ગુજરાતમાં રમતગમત ક્ષેત્રની (Gujarat Sports Situation) સ્થિતિ પહેલા કરતા ઘણી સુધરી છે. રાજ્યમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભાગ લઈને છેવાડાના ખેલાડીને પણ એક સારું પ્લેટફોર્મ મળી રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. તે સમયે તેમણે ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો હતો. સાથે જ તેમણે રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્ર આપ્યું હતું. રાજ્યના ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડ સહિત અનેક એવા ખેલાડીઓ છે, જેઓ વૈશ્વિક સ્તરે ગુજરાતનું નામ રોશન કરીને આવ્યા છે. તેમ જ આગામી સમયમાં અનેક એવા ખેલાડીઓ છે જે, હજી પણ ગુજરાતનો ડંકો વૈશ્વિક સ્તરે વગાડશે. તે નક્કી છે.

ઓલિમ્પિકમાં કઈ રીતે થાય છે દેશની પસંદગી ઓલિમ્પિક્સ ગેમ્સમાં સ્પર્ધાના (Olympics Games 2036) ઉદઘાટન પ્રસંગે ‘ઓલિમ્પિક ગીત’ વગાડવામાં આવે છે તથા ખેલાડીઓ નૈતિક અને માનસિક રીતે આ રમતોત્સવની ભાવના અને પવિત્રતા સમજે તેટલા માટે બધા જ ખેલાડીઓ આ પ્રસંગે ‘પ્રતિજ્ઞા’ લે છે. આ પ્રતિજ્ઞાવાચનની પ્રણાલિકા પણ વર્ષ 1920માં એન્ટવર્પ મુકામે યોજાયેલા રમતોત્સવથી શરૂ થઈ છે. યજમાન દેશનો (India to host Olympics Games) ઉત્તમ ખેલાડી બધા વતી શપથ ગ્રહણ કરે છે. 1936માં બર્લિનમાં યોજાયેલી 11મી ઓલિમ્પિક ગેમ્સમાં (Olympics Games 2036) સૌપ્રથમ ‘આતશ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોનો આવકાર મળતાં આ વિધિ કાયમી બની ને આ આતશજ્યોત રમતોત્સવ દરમિયાન સન્માન સાથે જલતી રાખવામાં આવે છે. રમતોત્સવની પૂર્ણાહુતિ વખતે ભાવપૂર્વક તેને ઓલવવાની ક્રિયા સાથે આગામી ઓલિમ્પિક ક્યાં યોજાશે તેની જાહેરાત કરવામાં આવે છે.

શું છે ઓલિમ્પિક્સ પ્રાચીન ગ્રીસમાં ઈ. સ. પૂર્વે 776માં ઓલિમ્પિયા નગરમાં ઓલિમ્પિક સ્પર્ધા (Olympics Games 2036) શરૂ થઈ હતી. તે વખતે માત્ર દોડવાની હરિફાઈ થતી હતી. જ્યારે આધુનિક ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત ઈ.સ. 1896માં એથેન્સમાં શરૂ થઈ હતી. પ્રથમ ઓલિમ્પિકમાં 14 દેશોના 245 પુરૂષ ખેલાડીઓ હતા અને 43 રમતો હતી. પ્રાચીન ગ્રીસમાં અગ્નિને દેવ ગણતાં તેથી ઓલિમ્પિક ગેમ્સનું પ્રતીક મશાલ રખાયું હતું.. ઓલિમ્પિકની મશાલ ગ્રીસના ઓલિમ્પિયાના હેરાના મંદિરની જ્યોતમાંથી પ્રગટાવી રમતના સ્થળે લઈ જવાતી હતી. ઓલિમ્પિક ગેમ્સના પ્રતિકમાં ભૂરા, પીળા, કાળા, લીલા અને લાલ એમ 5 રંગની રિંગો છે, જે વિશ્વના 5 મોટા ખંડોનું પ્રતિક ગણાય છે.

કઈ રીતે દેશની પસંદગી થાય છે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના (International Olympic Committee) સભ્યો હોય છે. તેમના સત્રમાં એક મીટિંગ યોજાય છે. તેમાં કયો દેશ ઓલિમ્પિક રમતની યજમાની કરશે તેની પસંદગી કરવામાં આવશે. ઓલિમ્પિક ગેમ્સ માટે યજમાનની પસંદગી કરવી એ સત્રની એક શક્તિ છે. યજમાન શહેર ગુપ્ત મતદાન દ્વારા પડેલા બહુમતી મતો દ્વારા ચૂંટાય છે. દરેક સક્રિય સભ્યનો એક મત છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ઓલિમ્પિક રમતોની સંરક્ષક અને ઓલિમ્પિક ચળવળની આગેવાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.