અમદાવાદઃ.પહેલા સેમેસ્ટરમાં પરીક્ષા આપ્યા વગર જ બીજા સેમેસ્ટરમાં પ્રવેશ આપી દીધા હોવાના આક્ષેપ સાથે NSUIએ GLS યુનિવર્સિટીના રજિસ્ટ્રારને મૌખિક રજૂઆત કરી ગેરરીતિમાં સંડોવાયેલા કર્મચારીઓ અને પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરવા NSUI દ્વારા માંગણી કરવામાં આવી છે. GLS યુનિવર્સિટી દ્વારા આ મામલે જો 24 કલાકમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો GLS બંધની ચિમકી પણ NSUI દ્વારા આપવામાં આવી છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર મુજબ વિદ્યાર્થીઓએ રીમીડિયલ પરીક્ષા આપ્યા બાદ જ બીજા સત્રમાં પ્રવેશ મેળવ્યો છે.
જો.કે સમગ્ર ઘટનામાં એક તરફ GLS યુનિવર્સિટીના સંચાલકો ક્યાંક પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે નકલી માર્કશીટના આધારે એડમિશન થયું છે કે નહીં? અને થયું છે તો કોની બેદરકારી ગણવામાં આવશે.