અમદાવાદઃ દેશમાં અનેક એવા કેસ છે, જેમના ચુકાદા વર્ષો સુધી આવતા જ નથી. ત્યારે અનેક કેસ એવા હોય છે, જેની સુનાવણીમાં ખૂબ જ વિલંબ થયો હોય. ત્યારે આવા જ એક કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. સાથે જ ગુજરાત હાઈકોર્ટે આવા કેસ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો Crowd-Funding Misuse Case: સાકેત ગોખલેને ક્રાઉડફડિંગ મામલે જામીન મળવા છે મુશ્કેલ
HCએ આપ્યું અલ્ટીમેટમઃ મળતી માહિતી અનુસાર, વર્ષ 1977માં ચાલી રહેલા જમીન સંપત્તિના કેસમાં ગુજરાત હાઇકોર્ટે વર્ષો જૂના કેસને લઈને સુનાવણીમાં જે વિલંબ થયો હતો. તે માટે રાજ્યભરની તમામ નીચલી કોર્ટના મેજિસ્ટ્રેટ સામે અલ્ટીમેટમ જારી કર્યું હતું. તેમ જ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે સમગ્ર રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા કોર્ટના મેજિસ્ટ્રેટ અને જ્યુડિશિયલ ઓફિસરોને ટિપ્પણી કરી હતી કે, વર્ષો દાયકાઓ જૂના કેસમાં ઝડપથી નિકાલ નહીં લાવો તો ગુજરાત હાઈકોર્ટ આવા જજ સામે આકરા પગલાં લેશે.
9 જજોને અવમાનનાની નોટિસ આ મામલાને લઈને જ ગુજરાત હાઈકોર્ટે મંગળવારે કાયદાના શાસન મુદ્દે અગત્યનું અવલોકન રજૂ કર્યું હતું. સાથે જ હાઇકોર્ટે નીચલી કોર્ટના 9 જજોને હાઇકોર્ટના અવમાનનાની નોટિસ ફટકારી છે. તેને લઈને કાયદાશાસ્ત્રીઓમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર માહિતી જોઈએ તો, ગુજરાત હાઈકોર્ટે મંગળવારે નીચલી કોર્ટના 9 જજોને અવમાનનાની નોટિસ ફટકારી છે. આ સાથે જ કાયદાનું શાસન સર્વોપરી હોવાનું ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે.
2 કોર્ટે જવાબ રજૂ કર્યોઃ ગુજરાત હાઈકોર્ટની નોટિસ બાદ બે જે નીચલી કોર્ટે હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. તેમણે આગળથી આ પ્રકારની કોઈ અવમાનના ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. જોકે, આ ખૂલાસા પર હાઇકોર્ટે અસંતોષ વ્યકત કર્યો હતો.
શું હતો સમગ્ર મામલોઃ ગુજરાત હાઇકોર્ટે વર્ષો જૂના કેસને લઈને સુનાવણીમાં થતા વિલંબ સામે રાજ્યભરની તમામ નીચલી કોર્ટના મેજિસ્ટ્રેટ સામે અલ્ટીમેટમ જારી કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે સમગ્ર રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા કોર્ટના મેજિસ્ટ્રેટ અને જ્યુડિશિયલ ઑફિસરો સામે નારાજગી વ્યક્ત કરતા ટિપ્પણી કરી હતી કે, વર્ષો અને દાયકાઓ જૂના કેસમાં ઝડપથી નિકાલ નહીં લાવો તો હાઇકોર્ટ આવા જજ સામે આકરાં પગલા લેશે.
10 જ્યુડિશિયલ ઓફિસરને નોટિસ ઈશ્યુ કરાઈઃ સાથે જ રાજ્યની નીચલી કોર્ટના 9 જુદા જુદા ઓફિસરને હાઈકોર્ટે અદાલતના હુકમની અવમાનના બદલ નોટિસ જારી કરી તેમનો ખૂલાસો માગ્યો હતો. હાઈકોર્ટે આ 10 જ્યુડિશિયલ ઓફિસરને નોટિસ ઈશ્યુ કરી તેમની વિરુદ્ધ હાઇકોર્ટના હુકમના તિરસ્કાર બાદ કન્ટેન્ટ ઓફ કોર્ટ એક્ટ હેઠળની કાર્યવાહી કેમ ના હાથ ધરી તે મુદે ખૂલાસો માગ્યો હતો. આ સાથે જ ચીફ જસ્ટિસે એ પણ ટકોર કરી હતી કે, પડતર કેસોના લીધે ન્યાયપ્રણાલીની છબી ખરડાઈ રહી છે. વકીલો કોઈ પણ વ્યાજબી કારણ વગર મુદત માગે તો જવાબદારી છે કે, તેમાં મુદત ન આપી અને આવા વકીલો સામે આકરા દંડ ફટકારવાને લીધે કેસ ઝડપી ચલાવી શકાય છે.
1977ના હુકમનું પાલન નથી થતુંઃ મહત્વનું છે કે, આ સુનાવણી દરમિયાન વર્ષ 1977ના જૂના કેસમાં, આણંદ સિવિલ કોર્ટના જ્યુડિશિયલ ઓફિસરને નિયત સમય મર્યાદામાં કેસનો નિકાલ કરવા અંગે જારી કરેલા હુકમનું આજ દિન સુધી પાલન નહીં થતા તે બાબતે હાઇકોર્ટે ધ્યાનમાં આવી હતી.
કોર્ટના જજોની ઢીલાશ અંગે HC નારાજઃ હાઈકોર્ટે 47 વર્ષ જૂના કેસને ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હાઇકોર્ટના હુકમ બાદ સિવિલ કોર્ટના જજીસની ઢીલાસને લઈને ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. અને તમામ નીચલી જ્યૂડીશરીમાં કામ નહીં કરતા આવા જજિસ સામે નારાજગી વ્યક્ત કરી હતી . રાજ્યની તમામ જિલ્લા અદાલતો ના અનુલક્ષીને કેસોના ઝડપી અને અસરકારક નિકાલ તેમ જ પક્ષકારોના ઝડપીને એની દિશામાં હુકમ જારી કર્યો હતો.
જજ પણ જયુડીશીયલ પ્રણાલીથી ઉપર નથીઃ અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1977થી ચાલી રહેલા જમીન સંપત્તિના કેસમાં હાઈકોર્ટે 9 જો સામે નોટિસ ઈશ્યુ કરી હતી. હાઇકોર્ટ દ્વારા નીચલી કોર્ટના જજોને ટકોર કરવામાં આવી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, જજ પણ જયુડીશીયલ પ્રણાલીથી ઉપર નથી.