અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ઓછું (Gujarat Election 2022 Result) મતદાન થયું હતું. તેના કારણે રાજકીય પાર્ટીઓની ચિંતા વધી ગઈ હતી. જોકે, આ વખતે લોકોએ EVMમાં NOTA ઓપ્શનને પણ ઓછું પસંદ કર્યું હતું. આ વખતે રાજ્યમાં માત્ર 1.5 ટકા મત NOTAને (None of the Above) મળ્યા (NOTA Voting decreased in Gujarat) હતા. ત્યારે આવો જોઈએ ક્યાં કેટલા મત મળ્યા.
2017ની ચૂંટણી કરતા 9 ટકા ઘટાડો રાજ્યમાં વર્ષ 2017ની ચૂંટણી (Gujarat Election 2022 Result) કરતા આ વખતે NOTAને 9 ટકા ઓછા મત મળ્યા હતા. આ વર્ષે ખેડબ્રહ્મા બેઠક (NOTA voting increased ) પર 7,331, છોટા ઉદેપુરમાં 5,093, શહેરામાં 4,708, બારડોલીમાં 4211, ધરમપુરમાં 4189, સંખેડામાં 4143, કપરાડામાં 4020, દાંતામાં 5213, દેવગઢબારિયામાં 4821, નિઝરમાં 4465, દસ્ક્રોઈમાં 4189, ચોર્યાસીમાં 4169 અને વડોદરા શહેરમાં 4022 મત NOTAને (None of the above) (NOTA Voting decreased in Gujarat) મળ્યા છે.
મતદાતાઓની ઓછી સંખ્યા વચ્ચે NOTAનું મતદાન ઘટ્યું આ સાથે જ રાજ્યભરમાંથી 5,01,202 (1.5 ટકા) મત NOTAને ફાળે ગયા હતા. જ્યારે વર્ષ 2017માં 5,51,594 મત NOTAને મળ્યા હતા. આ સાથે જ રાજ્યમાં મતદાન ઘટતા NOTAને (NOTA Voting decreased in Gujarat) મત આપનારા મતદાતાઓની સંખ્યા પણ ઘટી છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપને 156 બેઠકો મળી છે. તેણે લગભગ 53 ટકા વોટ શેર મેળવ્યો, જે પશ્ચિમી રાજ્યમાં પાર્ટી માટે સૌથી વધુ હતો.
વોટ શેર વધ્યો તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022 Result) 49.1 ટકા વોટ શેર સાથે 99 બેઠકો મેળવનાર ભાજપે 2002માં (હવે વડા પ્રધાન) નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે 127 બેઠકોના તેના અગાઉના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને વટાવી દીધું હતું.