અમદાવાદઃ ઉત્તર રેલવે વિભાગ દ્વારા વારાણસી યાર્ડની રિમોડેલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેને પરિણામે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેન કેન્સલ તેમજ ડાયવર્ટ કરાઈ છે. કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ તેમજ શોર્ટ ઓરિજિનેટ કરાઈ છે. કુલ 10 ટ્રેન કેન્સલ, 4 ટ્રેન ડાયવર્ટ અને 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ તેમજ શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે.
વારાણસી યાર્ડ ખાતે યાર્ડ રિમોડેલિંગના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગન પરિણામે, અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમજ અમૂક ટ્રેનને ડાયવર્ટ, શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. આ સમસ્યા 15 ઓક્ટોબર સુધી રહેશે ત્યાર બાદ રાબેતા મુજબ ચાલુ રહેશે...જીતેન્દ્ર જયંત(PRO, અમદાવાદ રેલવે ડિવિઝન)
કેન્સલ થનારી ટ્રેનની યાદીઃ
- 15, 22 અને 29 સપ્ટેમ્બર તેમજ 06 અને 13 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ
- 11, 18 અને 25 સપ્ટેમ્બર તેમજ 02 અને 09 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ
- 23 અને 30 સપ્ટેમ્બર તેમજ 07 અને 14 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ
- 20 અને 27 સપ્ટેમ્બર તેમજ 04 અને 11 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ
- 24 સપ્ટેમ્બર તથા 01 અને 08 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના એક્સપ્રેસ
- 26 સપ્ટેમ્બર તથા 03 અને 10 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ એક્સપ્રેસ
- 18 અને 25 સપ્ટેમ્બર તથા 02 અને 09 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 09417 અમદાવાદ-પટના સ્પેશિયલ
- 19 અને 26 સપ્ટેમ્બર તથા 03 અને 10 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 09418 પટના-અમદાવાદ સ્પેશિયલ
- 19 અને 26 સપ્ટેમ્બર તથા 03 અને 10 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલાગુન સ્પેશિયલ
- 23 અને 30 સપ્ટેમ્બર તથા 07 અને 14 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 09526 નાહરલાગુન-ઓખા સ્પેશિયલ
રૂટ ડાયવર્ટ થયા હોય તેવી ટ્રેનની યાદીઃ
- 11, 12, 14, 16, 18, 19, 21, 23, 25, 26, 28 અને 30 સપ્ટેમ્બર તથા 2, 3, 5, 7, 9,10, 12 અને 14 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ ડાઇવર્ટ કરાયેલા રૂટ પર શાહગંજ જં.- વારાણસી સિટી ના રૂટ પર દોડશે.
- 12, 14, 15, 17, 19, 21, 22, 24, 26, 28 અને 29 સપ્ટેમ્બર તથા 1, 3, 5, 6, 8, 10, 12, 13 અને 15 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 19168 વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ડાઇવર્ટ કરેલા રૂટ પર શાહગંજ જં.-વારાણસી સિટી થઈને દોડશે.
- 19થી 24, 26 થી 30 સપ્ટેમ્બર, 2023 અને 1, 3થી 8, 10થી 14 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને ડાઇવર્ટ રૂટ વાયા પ્રયાગરાજ જં.-પ્રયાગ જં.-જંઘઈ જં. -જાફરાબાદ જં.,જૌનપુર જં.-ઓંધિહાર જં. થઈને દોડશે.
- 20થી 25, 27થી 30 સપ્ટેમ્બર, 2023 તથા 1 અને 2, 4, 9, 11થી 15 ઓક્ટોબર 2023ની ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસને ડાઇવર્ટ કરેલા રૂટ વાયા ઔડિહાર જં.-જોનપુર-જાફરાબાદ જં.પ્રયાગરાજ જં.ના રૂટ પર દોડશે.
શોર્ટ ટર્મિનેટેડ અને શોર્ટ ઓરિજિનેટિંગ ટ્રેનની યાદી:
- 14, 21 અને 28 સપ્ટેમ્બર તથા 5 અને 12 ઓક્ટોબર, 2023ની ટ્રેન નં.19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ સુલતાનપુર જં.પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે.
- 16, 23 અને 30 સપ્ટેમ્બર તથા 7 અને 14 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 19408 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ સુલતાનપુર જં.થી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે.