અમદાવાદઃ માનહાનિના કેસમાં મંગળવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહને કોર્ટમાં હાજર થવાનું હતું. પરંતુ, સમન્સ સ્પષ્ટ ન હોવાને કારણે તેઓ હાજર રહ્યા ન હતા. આ કેસના વકીલ અમિત નાયકે જણાવ્યું હતું કે, તારીખ 15 એપ્રિલના રોજ કોર્ટે જે પ્રકારે ઓર્ડર કર્યા હતા. જેમાં બન્ને આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા માટેનો આદેશ કર્યો હતો. મંગળવારે આ કેસની તારીખ હતી. પણ સમન્સમાં કોઈ પ્રકારની સ્પષ્ટતા ન હોવાને કારણે ચીફ જસ્ટિસે ઓર્ડર કર્યો છે કે, આ કેસમાં ફરીથી સન્મસ બન્ને આરોપીને પાઠવવામાં આવે.
-
#WATCH | Ahmedabad, Gujarat | PM Modi Degree Case | "On 15th April, the Court had asked both accused (Arvind Kejriwal and Sanjay Singh) to be present before the court. Today was fixed as the date of the hearing. But it seems there was not much clarity in the summons, so the judge… pic.twitter.com/thzywDUFsQ
— ANI (@ANI) May 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Ahmedabad, Gujarat | PM Modi Degree Case | "On 15th April, the Court had asked both accused (Arvind Kejriwal and Sanjay Singh) to be present before the court. Today was fixed as the date of the hearing. But it seems there was not much clarity in the summons, so the judge… pic.twitter.com/thzywDUFsQ
— ANI (@ANI) May 23, 2023#WATCH | Ahmedabad, Gujarat | PM Modi Degree Case | "On 15th April, the Court had asked both accused (Arvind Kejriwal and Sanjay Singh) to be present before the court. Today was fixed as the date of the hearing. But it seems there was not much clarity in the summons, so the judge… pic.twitter.com/thzywDUFsQ
— ANI (@ANI) May 23, 2023
ફરિયાદની કોપી મોકલોઃ ચીફ જસ્ટિસે એવી પણ ચોખવટ કરી છે કે, આ કેસમાં જે ફરિયાદી કોપી છે એ પણ એમને મોકલવામાં આવે. આ કેસમાં આગામી સુનાવણી તારીખ 7 જૂનના રોજ થશે. આ કેસમાં સંજયસિંહ અને કેજરીવાલ બન્ને આરોપી છે. જોકે, આ કેસમાં બન્ને નેતાઓ સામે શું પગલા લેવાશે એ આવતા મહિને આ સુનાવણીમાંથી સ્પષ્ટ થશે.
શું હતો કેસઃ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી બદનક્ષીની ફરિયાદમાં અહીંની નામદાર કોર્ટે 15 એપ્રિલે કેજરીવાલ અને સિંહને 23મી મેના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશ ચોવટિયાની કોર્ટે ફોજદારી માનહાનિની ફરિયાદમાં વરિષ્ઠ નેતાઓને સમન્સ જારી કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે ગુજરાત યુનિવર્સિટી સામે તેમના "કટાક્ષપૂર્ણ" અને "અપમાનજનક" નિવેદનો માટે એમના પર કેસ થયો હતો.
ગુજરાત યુનિ.એ કેસ કર્યોઃ ગુજરાત હાઈકોર્ટે યુનિવર્સિટીને પીએમ મોદીની ડિગ્રી વિશે માહિતી પ્રદાન કરવા માટેના મુખ્ય માહિતી કમિશનરના આદેશને ફગાવી દીધો હતો. તેઓએ "બદનક્ષીભર્યા" નિવેદનો કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ અને ટ્વિટર હેન્ડલ્સ પર મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટીને નિશાન બનાવતા, ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો. દાવો કર્યો હતો કે, યુનિવર્સિટીને નિશાન બનાવતી તેમની ટિપ્પણીઓ બદનક્ષીકારક છે. જે સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.
કેજરીવાલ જવાબદારઃ ફરિયાદી દ્વારા ટાંકવામાં આવેલી ટિપ્પણીઓમાં કેજરીવાલ જવાબદાર હોવાનું સ્પષ્ટ થાય છે. "જો કોઈ ડિગ્રી છે અને તે અસલી છે, તો શા માટે આપવામાં આવી રહી નથી?", "તેઓ ડિગ્રી નથી આપી રહ્યા કારણ કે તે નકલી હોઈ શકે છે, જો વડા પ્રધાને દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોય અને ગુજરાત યુનિવર્સિટી, પછી ગુજરાત યુનિવર્સિટીએ ઉજવણી કરવી જોઈએ. તેનો વિદ્યાર્થી દેશના પીએમ બન્યો." સિંહે કહ્યું હતું કે "તેઓ (GU) PMની નકલી ડિગ્રીને અસલી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે." કોર્ટની પૂછપરછ દરમિયાન ચાર સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને અન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.