370 કલમના કારણે કાશ્મીરનાં યુવાનનો વિકાસ અટક્યો હતો. 370 કલમના કારણે કાશ્મીરનો વિકાસ રૂંધાયો હતો. પરંતુ, અમે 50 વર્ષથી મેનીફેસ્ટૉમા 370 કલમ હટાવાનું કહ્યુ હતું. જે અમારી સરકારે કરી બતાવ્યું છે. હવે, જમ્મુ કાશ્મીર 370 કલમના કારણે પંજાબમાંથી કાશ્મીરમાં વસેલા SC સમુદાયને અનામત લાભ મળતો ન હતો. જે હવે SC અને ST સમુદાય અનામત લાભ મળતો થશે.
મહિલા આયોગ કાશ્મીરમા કાર્ય કરી શકતુ ન હતું. તે સક્રિય બનીને મહિલા વિકાસ માટે આગળ આવશે. તે ઉપરાંત નિર્મલા સીતારામનએ સર્કિટ હાઉસ ખાતે કરેલ પ્રેસમાં જણાવ્યું હતું કે દેશમાં આયકર વિભાગ સાથે હું વાતચીત કરી રહી છું. વેપારીઓ સાથે પણ હું વાતચીત કરી રહી છું. દેશની રેવન્યુમાં પારદર્શકતા આવે તે જરૂરી છે.
આ સાથે જ ટેકનોલોજી દ્વારા અધિકારીઓને સુવિધાઓ મળવી જોઈએ.ઇન્કમટેક્સને સંલગ્ન પ્રશ્નો હાલમાં આવી રહ્યા છે.પાંચ ગ્રુપ સાથે ચર્ચા કરી છે. બેન્ક ઇન્ડસ્ટ્રી, પ્રાઈવેટ સેક્ટર સાથે વાતચીત કરી છે.આ તમામ પ્રશ્નો બાબતે ગઈકાલ વડાપ્રધાન સાથે પણ ચર્ચા થઈ છે, તેવું જણાંવ્યુ હતું.