અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક નવજાત બાળકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. જેમાં એપાર્ટમેન્ટના 10 માં માળેથી બાળકને નીચે ફેંકી કરી હત્યા કરાઈ છે. ચાંદખેડાના આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટનો બનાવ હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
પોલીસ તપાસ શરૂ: ઉચ્ચ પોલીસ અધિકારી ધટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. નવજાત બાળકને અજાણ્યા વ્યક્તિએ નીચે ફેંકી ફેતા તેનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે FSL ની ટીમને બોલાવતા FSL ની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. નવજાત બાળક કોણ છે અને શા માટે તેને નીચે ફેંકીને હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી CCTV સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી હત્યારાને પકડવા ટીમો કામે લગાડી છે.
હત્યાનું કારણ અકબંધ: મહત્વનું છે કે ફેંકી દેવામાં આવેલું નવજાત બાળક કોણ છે? તેના માતા અને પિતા કોણ છે? તેમજ તેને આ પ્રકારે નીચે ફેંકી દેવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? તે તમામ હકીકતો આરોપી પકડાયા પછી જ સામે આવશે. જોકે હાલ તો નવજાત બાળકને આ પ્રકારે દસમા માળેથી નીચે ફેંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે બનેલી ઘટનામાં નવજાત બાળકને એપાર્ટમેન્ટના રહીશો શિવાય અન્ય કોઈ બહારના વ્યક્તિએ એપાર્ટમેન્ટમાં આવી દસમાં માળે જઈને નીચે ફેંક્યો હોવાની ચર્ચા સામે આવી છે.
'આ મામલે જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને નવજાત બાળક અને તેને ફેંકી દેનારા વ્યક્તિની ઓળખ કરવાની અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.' - ડી.વી રાણા, ACP, એલ ડિવિઝન
નવજાતની હત્યાના બનાવ: થોડાક સમય પહેલા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં એક માતાએ પોતાના બાળકની બીમારીથી કંટાળીને હોસ્પિટલમાંથી નીચે ફેંકીને તેની હત્યાને અંજામ આપ્યો હતો. ફરી એકવાર આ જ પ્રકારની ઘટના સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી તેમજ આવતા જતા તમામ લોકો અને ફ્લેટમાં રહેતા રહીશોને પૂછપરછ કરી નવજાત બાળક અંગે અને તેના પરિવારજનો અંગે વિગતો મેળવવાની તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો Sand Mafia Attack: બિહારના બિહતામાં મહિલા અધિકારી પર થયેલા હુમલા મામલે 45 આરોપીઓની ધરપકડ
આ પણ વાંચો Surat Crime : સુરતમાં સ્પોકન ઇંગલિશના નરાધમ શિક્ષકે શિક્ષણ જગતને કલંકિત કર્યું