હવે, તમને સવાલ થશે કે એ મર્ચન્ટ પોઇન્ટ એટલે શું ? તો બેન્કિંગ સેકટરમાં આ એક નવી ક્રાંતિ કહી શકાય કારણ કે, મર્ચન્ટ પોઇન્ટ એક એવી સિસ્ટમ છે. જેમાં કોઈ વ્યક્તિ પોતાનો વ્યવસાય કરે છે. સાથોસાથ ફિનો બેંક ત્યાં મર્ચન્ટ પોઇન્ટ ફાળવે તો એ વેપારીને ત્યાંથી લોકો પૈસાની લેવડ દેવડ એટલે કેશ ડિપોઝીટ અને અને ટ્રાન્જેક્શન કરી શકે છે. આ સાથ જ નવું બેંક ઍકાઉન્ટ પણ ખોલાવી શકે છે. આમ દેશના ગલી ગલી ખૂણે ખૂણે પહોંચવા માટે ફિનો બેંક દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે
ફિનો બેંકના ડિવિઝનલ હેડ હિમાંશુ મિશ્રાએ જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી અમારા મર્ચન્ટ પોઇન્ટ સક્રિય છે. જે વર્તમાન સમયમાં ગુજરાતમાં 4600 અને અમદાવાદમાં 750થી વધુ મર્ચન્ટ પોઇન્ટ આવેલા છે. અને અમદાવાદમાં ફિનો બેંકની પણ 8 બ્રાન્ચ સક્રિય છે. અમારો મુખ્ય હેતુ ગલી મહોલ્લા ગામે ગામ બેન્કિંગ પોઇન્ટ સ્થાપવાનો છે. જેથી કરીને બેન્કિંગ સિસ્ટમ બહુ સરળ બની શકે અને લોકો બહુ સરળતાથી બેન્કિંગની કામગીરીનો લાભ ઉઠાવી શકશે.
સામાન્ય રીતે બેંકોમાં લાંબી લાઇન કતારોમાં ઉભું રહેવું પડતું હોય છે અને સમય પણ ઓછો હોય છે ત્યારે દુકાનો 12 કલાક ખુલ્લી રહે છે. જ્યાંથી પૈસા જમા કરાવવા,પૈસા ઉપાડવા,નવું ઍકાઉન્ટ ઓપન કરાવવું,યુટીલિટી ચુકવણી,મોબાઈલ રિચાર્જ વેગેરે સુવિધાઓ મેળવી શકે છે અને આ સંપૂર્ણ પેપરલેસ બેન્કિંગ સિસ્ટમ પણ છે.