ETV Bharat / state

નવા વર્ષમાં એસટીના પાંચ બસ સ્ટેન્ડ બન્યા, બીજા 10 સ્ટેન્ડ બનાવવાનું કાર્ય ચાલુ

એસટી નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં 6500 જેટલી ટ્રીપોનું સંચાલન ચાલુ છે. વિદ્યાર્થી સેવાઓ ખાસ કરીને સ્કૂલો અને કોલેજો હજુ ચાલુ થઈ નથી, ત્યારે તે ટ્રીપો બંધ છે. એવામાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા નવા વર્ષમાં એસટી બસના પાંચ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા અને અન્ય 10 સ્ટેન્ડ બનાવવાનું કાર્ય શરૂ છે.

નવા વર્ષમાં એસટીના પાંચ બસ સ્ટેન્ડ બન્યા

author img

By

Published : Jan 11, 2021, 10:16 AM IST

● સમગ્ર રાજ્યમાં એસટીની 6500 ટ્રીપ ચાલુ

● પાંચ નવા બસ સ્ટેશનનું લોકાર્પણ

● અકસ્માત રેટ 0.06 ટકા

અમદાવાદઃ એસટી નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં 6500 જેટલી ટ્રીપોનું સંચાલન ચાલુ છે. વિદ્યાર્થી સેવાઓ ખાસ કરીને સ્કૂલો અને કોલેજો હજુ ચાલુ થઈ નથી, ત્યારે તે ટ્રીપો બંધ છે. પરંતુ હવે શાળા શરૂ કરવાની સરકાર તરફથી મંજૂરી મળી છે, ત્યારે તે સેવાઓ શરૂ કરવામાં આવશે અને પેસેન્જરોની સંખ્યા પણ વધશે. જે શહેરમાં રાત્રી કર્ફ્યુ ચાલુ છે, ત્યાં એસટી બસો રી-શિડયુલ કરાઈ છે. આ શહેરોમાં રાત્રિ દરમિયાન બાયપાસ થઈને એસટી સેવાઓ ચાલુ છે.

નવા વર્ષમાં એસટીના પાંચ બસ સ્ટેન્ડ બન્યા

નવા વર્ષામાં મુસાફરો માટે કોઈ નવી સ્કીમ નહીં

નવા વર્ષમાં કોઈ નવી સ્કીમ મુસાફરો માટે એસટી નિગમ દ્વારા લોન્ચ કરાઈ નથી. પરંતુ કુલ પાંચ નવા બસ સ્ટેશન ગુજરાતમાં બનાવવામાં આવ્યા છે. જેમાં સિધ્ધપુર, દિયોદર, ચુડા, અંકલેશ્વર અને તલોદનો સમાવેશ થાય છે. જેનું લોકાર્પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 10 નવા બસ સ્ટેશન જે રીમોટ એરિયામાં બનવાના છે, તેનું ખાત મુર્હત પણ મુખ્ય પ્રધાને કર્યું હતું. જેમાં વસઈ, કોટડા સાંગાણી, ભાણવડ, મહુઆ, તુલસીશ્યામ, ધાણપુર, સરા, કેવડીયા કોલોની, કલ્યાણપુર અને ટંકારાનો સમાવેશ થાય છે.

કોવિડની પરિસ્થિતિ છતાં નિગમને રોજની 4.5 કરોડની આવક

નવા વર્ષમાં પણ કોરોના વાઇરસનું ચક્ર ચાલુ હોવાથી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે 75% સીટીંગ કેપેસિટી સાથે એસટી બસ ચાલી રહી છે. સરકારની કોવિડ ગાઇડલાઇન પ્રમાણેના તમામ પ્રકારની સલામતીઓ રખાય છે. જોકે ઓછી કેપેસિટીથી એસટી બસ ચાલતી હોવા છતાં, એસટી નિગમ રોજની 4.5 કરોડ જેટલી આવક રળી રહ્યું છે.

એસટીમાં અકસ્માતની ટકાવારી 0.06 ટકા

મહત્વની વાત છે કે, ગુજરાત રાજ્ય એસટી નિગમનો અકસ્માત રેટ 0.06 ટકા છે. જે સામાન્ય રીતે સમગ્ર દેશમાં ચાલતા જુદા-જુદા રાજ્યોના પરિવહન નિગમમાં સૌથી ઓછો છે. આ માટે ચાલકની ફિટનેસનું નિરીક્ષણ કરાય છે. ખાસ કરીને આંખોની જોવાની ક્ષમતા અને હૃદયની તપાસ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.